પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે સી.આર.પાટીલે ગુજરાતના રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર
પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. જેને લઈને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યું હતું
![પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે સી.આર.પાટીલે ગુજરાતના રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર In Punjab, CR Patil submitted memorandum to the Governor of Gujarat regarding PM Modi's security breach પંજાબમાં PM મોદીની સુરક્ષામાં ચૂક મામલે સી.આર.પાટીલે ગુજરાતના રાજ્યપાલને આપ્યું આવેદનપત્ર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/e9a5b61a940f5a2196bceb6c7ecf59c5_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ પંજાબમાં પ્રધાનમંત્રી મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. જેને લઈને આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યું હતું.ત્યાર બાદ પત્રકારો સાથેની વાતચીતમાં પાટીલે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા.અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દેશની માફી માગે તેવી પણ માગણી કરી હતી.આ સાથે કૉંગ્રેસ દેશને અસ્થિરતામાં લઈ જવાનો પ્રયાસ કરી રહી છે તેવો પણ આરોપ લગાવ્યો
ગઈકાલે પંજાબના ફિરોઝપુરમાં પ્રધાનમંત્રી મોદીની એક મોટી રેલી હતી. આ સમયે પ્રધાનમંત્રી મોદી રોડ માર્ગે જઈ રહ્યાં હતા.. તે સમયે પ્રદર્શનકારી ખેડૂતોએ રસ્તા પર તેમના કાફલાને રોક્યો હતો. જેને લઈ પ્રધાનમંત્રીએ રેલી રદ કરી હતી.
ગુજરાત સરકાર કંન્ટ્રોલરૂમ શરૂ કરશે
રાજ્યમાં કોરોનાના કેસમા સતત વધારો થતા ગુજરાત સરકાર સફાળી જાગી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા ફરી એક વખત ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે. ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં આ નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિની સમિક્ષા માટે આયોજિત આ બેઠકમાં 10 જેટલા નોડલ ઓફિસર અને તમામ આરોગ્ય અધિકારી હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આરોગ્ય સુવિધાઓ સહિત અન્ય વિષય પણ ચર્ચા કરાઈ હતી. તમામ અધિકારીઓને ડીજીટલી એક્સિવ રહેવા પર ભાર મૂકાયો હતો. આ સાથે થર્ડ વેવની આગાહી વચ્ચે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સ્થિતિ ,ઓક્સિજનના સ્ટોકની સ્થિતિ, ૧૦૮ની ઉપલબ્ધતાની સ્થિતિ એટ એ ટાઇમ અપડેટ કરવાની રહેશે.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)