શોધખોળ કરો
Advertisement
ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતના કયા બે જિલ્લાઓમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી? જાણો વિગત
હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અમુક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો.
ગાંધીનગર: ઓડિશામાં સર્જાયેલ લો-પ્રેશરને પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં દાહોદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. બીજી તરફ સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી ઐતાહાસિક સ્તર પર પહોંચી ગઈ છે. જેને લઈને નર્મદા ડેમના કુલ 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.
ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે. ડેમની સપાટી 133.70 મીટર પર પહોંચી છે. ડેમમાં પાણીની આવક 4,06,792 ક્યુસેક અને જાવક 4,06,581 ક્યુસેક એટલે કે લગભગ સરખી છે. હાલ ડેમના 15 દરવાજા 3.07 મીટર સુધી ખોલવામાં આવ્યા છે
અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના શામળાજી, ભિલોડામાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. માલપુરમાં પણ વરસાદ પડ્યો છે. વરસાદથી ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી હતી. છેલ્લા 24 કલાકમાં મેઘરજ અને મોડાસામાં અડધો ઇંચ, ધનસુરામાં 7 મિ.મી. અને બાયડ 5 મિ.મી. વરસાદ નોંધાયો છે.
દાહોદ જીલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. મધ્યરાત્રીથી વહેલી સવાર સુધી જિલ્લાના ગરબાડા, ઝાલોદ, દેવગઢ બારીયા, દાહોદ, ધાનપુર, ફતેપુરા, સીંગવડમાં વરસાદ પડ્યો હતો. જેમાં ઝાલોદ તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગરબાડામાં 08 મિ.મી., ઝાલોદમાં 14 મિ.મી., દેવગઢ બારીયામાં 02 મિ.મી., દાહોદમાં 45 મિ.મી., ધાનપુરમાં 06 મિ.મી., ફતેપુરામાં 07 મિ.મી., સીંગવડમાં 01 મિ.મી. વરસાદ નોંધાયો છે.
રવિવારે ઉકળાટ બાદ સાબરકાંઠામાં ઘણાં ગામડાંઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જિલ્લાના અનેક ગામડાંઓમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. હિંમતનગર તાલુકામાં લાંબા વિરામ બાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વડાલી અને પોશીનામાં એક-એક ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે વિજયનગર, ઈડર, ખેડબ્રહ્મામાં અડધો-અડધો ઈંચ વરસાદ ખાબક્યો હતો.
ઓડિશા પર લો પ્રેશર સક્રિય થતાં ગુજરાતમાં 26થી 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેમાં 26મી ઓગસ્ટના રોજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ખેડા, આણંદ, સુરત, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
27 ઓગસ્ટના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુરમાંમાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, મહિસાગર, આણંદ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 28 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા,સાબરકાંઠા, રાજકોટ,જામનગર, મોરબી, કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion