શોધખોળ કરો
Advertisement
Independence Day : રાજ્યકક્ષાના ધ્વજવંદનની જૂનાગઢમાં થશે ઉજવણી, કયા મંત્રી ક્યાં કરશે ધ્વજવંદન?
મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલ જિલ્લામાં ધ્વજવંદન કરશે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ જિલ્લામાં ધ્વજવંદન કરશે.
ગાંધીનગરઃ આગામી 15મી ઓગસ્ટે જૂનાગઢમાં રાજ્યકક્ષાના ધ્વજવંદનની ઉજવણી કરવામાં આવશે. આ સાથે 15મી ઓગસ્ટે કયા મંત્રી કયા જિલ્લામાં ધ્વજવંદન કરશે તેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી જૂનાગઢમાં ધ્વજવંદન કરશે. તો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પંચમહાલ જિલ્લામાં ધ્વજવંદન કરશે.
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી વલસાડ જિલ્લામાં ધ્વજવંદન કરશે. તો આર.સી. ફળદું કચ્છ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સુરત, કૌશિક પટેલ સાબરંકાઠા, સૌરભ પટેલ રાજકોટ, ગણપત વસાવા દાહોદ અને જયેશ રાદડિયા ભાવનગરમાં ધ્વજવંદન કરશે.
દિલીપ ઠાકોર ભરુચમાં, ઇશ્વરભાઈ પરમાર ગાંધીનગર, કુંવરજી બાવળિયા મહેસાણા, જવાહર ચાવડા જામનગરમાં, જ્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા વડોદરામાં ધ્વજવંદન કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement