Gandhinagar: પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઇ, 60 કરોડ નુકસાનનો દાવો
પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે
ગાંધીનગરઃ પાઠ્યપુસ્તક મંડળના કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપવામાં આવી છે. વિજિલન્સને તપાસ સોંપતા ટેન્ડરની પ્રક્રિયાના તમામ દસ્તાવેજ વિજિલન્સ દ્વારા કબજે કરાયા બાદ હવે કાગળનો ઓર્ડર પર સ્થગિત કરી દેવામાં આવ્યો છે. વિજિલન્સનો રિપોર્ટ આવ્યા બાદ ટેન્ડર અંગે આખરી નિર્ણય કરવામાં આવશે. જો ગેરરીતિ થઈ હશે તો સંડોવાયેલા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાના આદેશ શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી કક્ષાએ થયેલી ફરિયાદમાં સરકારી તિજોરીને રૂપિયા 60 કરોડનું નુકસાન પહોચાડવામાં આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ટેન્ડરને લગતા તમામ ડોક્યુમેન્ટ પાઠ્યપુસ્તક મંડળ પાસેથી વિજિલન્સે કબજે કર્યા હતા. ટેન્ડર ફાળવણીની ગડબડમાં 60 કરોડના નુકસાનનો દાવો કરાયો હતો. પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કાગળોની ખરીદી માટે ટેન્ડર મંગાવ્યા હતા અને બાદમાં કાગળ ખરીદવાના ઓર્ડર કરાયા હતા. દરમિયાન મુખ્યમંત્રી કક્ષાએ એક ફરિયાદ કરવામાં આવી કે ટેન્ડરમાં એક મિલ દ્વારા પ્રતિ કિલો કાગળનો ભાવ રૂ. 90 ભર્યો હતો આમ છતાં ટેન્ડર પ્રતિ કિલો રૂ. 108.80 ભાવથી મંજૂર કરીને ઓર્ડર આપવામાં આવ્યો છે. ટેન્ડર ફાળવણીની ગરબડીમાં 60 કરોડ રૂપિયાનું સરકારી તિજોરીને નુકસાન થયું હોવાનો દાવો કરાયો છે.
ફરિયાદ બાદ કથિત કાગળ કૌભાંડની તપાસ વિજિલન્સને સોંપાઈ હતી. વિજિલન્સે ટેન્ડરને લગતા તમામ ડોક્યુમેન્ટ પાઠ્યપુસ્તક મંડળ પાસેથી કબજે કર્યા હતા. દરમિયાન કાગળનો ઓર્ડર સ્થગિત કરવામાં આવ્યો છે. ટેન્ડર બાદ પાઠ્યપુસ્તક મંડળે 32 હજાર મેટ્રિક ટનનો ઓર્ડર આપ્યો હતો તે ઘટાડીને 12 હજાર મેટ્રિક ટનનો કરાયો હતો. વિજિલન્સને તપાસ સોંપાયા બાદ ઓર્ડર 12 હજાર મેટ્રિક ટનના બદલે 5 હજાર મેટ્રિક ટન કરી દેવાયો હતો. પુસ્તકોના છાપકામમાં અસર ન થાય માટે હાલ ટેન્ડર રદ્દ કરાયું નથી.
Gandhinagar: 11 અને 12મા ધોરણના વિદ્યાર્થીઓને મળશે 25 હજાર રુપિયા, જાણો રાજ્ય સરકારે કઈ યોજના કરી જાહેર
ગાંધીનગર: ગુજરાત સરકારે જ્ઞાન સાધના સ્કોલરશીપ જાહેર કરી છે. ગુજરાતના વિદ્યાર્થીઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની યોજના જાહેર કરવામાં આવી છે. વર્ષે 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. ધો.9 અને 10ના અભ્યાસ માટે વાર્ષિક રૂ. 20,000 મળશે. ધો.11 અને 12ના અભ્યાસ માટે વાર્ષિક રુપિયા 25000ની સ્કોલરશીપ અપાશે. ધો. 1થી8ના વિદ્યાર્થીઓને પણ સ્કોલરશીપ યોજનાનો લાભ મળશે.
શરદ પનોતના લેપટોપમાંથી મળ્યા ચોંકાવનારા ડોક્યુમેન્ટ
ભાવનગર: શહેરમાં બહાર આવેલા વ્યાપક ડમીકાંડના તાર હવે અન્ય જિલ્લાઓમાં પણ પહોંચ્યા છે. ડમીકાંડના મુખ્ય આરોપી શરદ પનોતના લેપટોપમાંથી વર્ષ 2022માં લેવાયેલી બિન સચિવાલય કલાર્ક અને હેડ કલાર્કની પરીક્ષાના કેટલાક ઉમેદવારોની હોલ ટીકીટ, ફોટા અને અન્ય ડોક્યુમેન્ટ મળ્યા છે. આ ઉમેદવારોમાં અમરેલીના જેસંગપરાના 3 ઉમેદવારની વિગતો અને બનાસકાંઠાના દાંતીવાડાના 1 ઉમેદવારની માહિતી મળી છે. માહિતી ચકાસવા ભાવનગર પોલીસે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી અસલ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. પરિણામે હવે એ ખુલાસો થયો છે કે, વ્યાપક ડમીકાંડના તાર ભાવનગર સિવાય અમરેલી અને બનાસકાંઠા જિલ્લા સુધી પહોંચ્યા છે