શોધખોળ કરો
Advertisement
જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર, જાણો કઈ તારીખે યોજાશે ચૂંટણી
ગાંધીનગર: જામનગર ગ્રામ્યની વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પર 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી માટે મતદાન યોજાવવામાં આવશે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વલ્લભ ધારવિયા ચૂંટાયા હતા. જોકે તેમણે થોડા દિવસો પહેલાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતાં. જેના કારણે આ સીટ ઉપર પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે.
જામનગર ગ્રામ્ય વિધાનસભા સીટ માટે 28 માર્ચના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 5 એપ્રિલ છે. જ્યારે ફોર્મ ખેંચવાની તારીખ 8 એપ્રિલ છે. 23 એપ્રિલના રોજ મતદાન યોજાશે અને 23 મેના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ લોકસભા-2019 માટે પણ મતદાન થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા સિવાય ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા અને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion