રૂપાણી સરકારના કયા સિનિયર મિનિસ્ટરની બગડી તબિયત? વિધાનસભાની બહાર જ થઈ ગઈ વોમિટ
મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ (Kaushik Patel)ની વિધાનસભા ગૃહ (Gujarat Asssembly)માં તબિયત બગડતા તાત્કાલિક ગાંધીનગર નિવાસસ્થાન ખાતે ગયા છે. ગઈ કાલે રાતે ભોજન પછી અપચા જેવી ફરિયાદ છે. વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળતી વખતે વોમિટ થઈ ગઈ હતી.
Gandhinagar : ગુજરાત સરકાર (Gujarat Govt)ના મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ (Kaushik Patel)ની વિધાનસભા ગૃહ (Gujarat Asssembly)માં તબિયત બગડતા તાત્કાલિક ગાંધીનગર નિવાસસ્થાન ખાતે ગયા છે. ગઈ કાલે રાતે ભોજન પછી અપચા જેવી ફરિયાદ છે. વિધાનસભા ગૃહમાંથી બહાર નીકળતી વખતે વોમિટ થઈ ગઈ હતી.
ગુજરાતમાં વધુ એક ભાજપના દિગ્ગજ નેતાને લાગ્યો કોરોનાનો ચેપ, જાણો કોણ છે આ નેતા?
ભરૂચઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ (Gujarat elections) પછી કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં નેતાઓ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. ભરુચના ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય દુષ્યંત પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમને કોરોના થતાં તેઓ હોમ આઇસોલેટ થયા છે.
આણંદ નગરપાલિકા (Anand Nagarpalika) ના પ્રમુખ કોરોના સંક્રમિત થયા છે. રૂપલબેન પટેલ (Rupal Patel)નો RTPCR રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કરમસદ મેડિકલ પ્રિવિલેજમાં સારવાર હેઠળ છે. પ્રાથમિક લક્ષણ જણાતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
છેલ્લા 3 દિવસમાં એમના સંપર્કમાં આવેલ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. તો રાજકોટમાં વધુ એક નેતા કોરોના સંક્રમિત થયા છે. પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડ (Uday Kangad)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ક્વોરન્ટાઇન થયા છે.
આ સિવાય ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત (Mangal Gavit)નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મંગળભાઈ ગાવીત કોરોના સંક્રમિત થતા વઘઇ નિવાસસ્થાને હોમકોરોન્ટાઈન કરાયા છે. ડાંગ જિલ્લા( Dang Corona)માં પણ ધીમી ગતિએ કોરોના કેસની સંખ્યામાં વધારો નોંધાતા આરોગ્ય વિભાગની ચિંતા વધી છે. જિલ્લામાં ભાજપ સંગઠન મંત્રી, ધારાસભ્ય વિજયભાઈ પટેલ બાદ હવે જિલ્લા પંચાયતના પ્રમુખ કોરોના સંક્રમિત થતા તંત્ર દોડતું થયું છે.
ગુજરાતના ક્યા ધારાસભ્યે LRDની ભરતીમાં પુરૂષોને અન્યાય થતો હોવાનો આક્ષેપ કરીને CMને લખ્યો પત્ર ? શું આપ્યું કારણ ?
ગાંધીનગરઃ લૂણાવાડાના ધારાસભ્યે સીએમ વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. LRDની 2018/19ની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને ન્યાય અપાવવા માટે પત્ર લખ્યો છે. LRD ભરતીમાં પુરૂષો ઉમેદવારોનો રેશિયો જળવાતો ન હોવાથી રજુઆતો મળતા પત્ર લખ્યો છે. લૂણાવાડાના ધારાસભ્ય જીગ્નેશ સેવકે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
આસારામ આશ્રમે ગુજરાતના ક્યા શહેરમાં સરકારી જમીન પચાવી પાડી હોવાની સરકારે કરી કબૂલાત ? લેન્ડ ગ્રેબિંગ કેસ થયો કે નહીં ?
ગુજરાતની વિજય રૂપાણી (Vijay Rupani) સરકારે ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં કબૂલાત કરી છે કે, આસારામ આશ્રમ (Asaram Ashram) દ્વારા ગુજરાતમાં ગેરકાયદેસરલ રીતે દબાણ કરાયુ છે. આસારામ આશ્રમ દ્વારા ગેરકાયદેસર દબાણ (Land grabbing) કરાયું છે કે નહીં તે અંગેનો પ્રશ્ન વિધાનસભા પ્રશ્નોત્તરીમાં પૂછાયો હતો. આ પ્રશ્નના જવાબમાં આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં આસારામ ટ્રસ્ટ મારફતે ગેરકાયદેસર ખરીદી કરી સરકારી જમીન પર દબાણ ઊભું કર્યું હોવાનું સરકારે સ્વીકાર કર્યો છે. રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કે, આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં આસારામ ટ્રસ્ટ મારફતે ગેરકાયદેસર ખરીદી કરી સરકારી જમીન પર દબાણ ઊભું કર્યું હોવા છતાં આ કેસમાં ગુજરાત લેન્ડ ગ્રેબીગ એકટ(Land grabbing act) તળે કાર્યવાહી કરવામાં આવી નથી.
વિધાનસભામાં વાવ(vav)ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Geniben Thakor) દ્વારા પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે સ્વીકાર કર્યો કે, આસારામ આશ્રમ દ્વારા જુનાગઢમાં ખોટું કરાયું છે. રાજ્ય સરકાર (Gujarat Govt) એ પણ કબૂલાત કરી છે કે, જૂનાગઢ જિલ્લાની જમીન સરકાર હસ્તક લેવા માટે જૂનાગઢ કલેકટર (Junagarh Collector) અને અધિક સચિવ મહેસુલ વિભાગના હુકમ સામે આસારામ આશ્રમ ટ્રસ્ટે સિવિલ કોર્ટ જૂનાગઢમાં દિવાની દાવો દાખલ કરેલ છે અને આ કેસમાં ચુકાદો આવ્યો નથી. આ દીવાની દાવો હાલ પડતર છે.