Banaskantha News: વડગામમાં છાપી ગામે 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં, લોકોમાં ભયનો માહોલ
વડગામ તાલુકાના છાપી ગામે પીવાના પાણી માટે 40 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં. આ ટાંકીને તોડીને નવીન ટાંકી બનાવવામાં આવે તેવી લોકોની માંગ છે. પાણીની ટાંકીની હાલત એવી છે કે તિરોડો પણ પડી ગઈ છે. તમામ જગ્યાએ પ્લાસ્ટર તૂટી ગયું. આ જોખમી પાણીની ટાંકીને લઈને વડગામ તાલુકા વિકાસ અધિકારીનું કહેવું છે કે છાપી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને પાણી પૂરું પાડવા માટે આ ટાંકીનો ઉપયોગ કરવામાં આવતો હતો. જોકે જર્જરિત હોવાથી છાપી ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા વાસ્મોમાં 10 ટકા લેખે 4 લાખથી વધુ લોક ફાળો ઉઘરાવી પાણી સમિતિમાં ભરવામાં આવ્યો છે. હવે વાસ્મો દ્વારા કામગીરી કરવામાં આવશે..પાણીનું ટાંકી જર્જરિત હોવાના કારણે ઝડપી કામગીરી થાય તે માટે છાપી ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરાઈ છે. વાસ્મોના અધિકારી કે.એસ.ડાંગીનું કહેવું છે કે છાપીએ રૂલર વિસ્તારમાંનું ગામ છે. જેથી વાસ્મો દ્વારા આ કામગીરી કરવામાં આવતી નથી. પરંતુ ફરીથી પત્ર મળ્યો છે. એની જગ્યાએ નવીન ટાંકી બનાવવા માટે છાપી ગ્રામ પંચાયત પાસે જરૂરી દસ્તાવેજ માગ્યા છે.


















