Champions Trophy 2025: લાહોરમાં આવ્યું ઇબ્રાહિમ ઝદરાનું તોફાન, અફઘાન ખેલાડીએ તોડ્યા અનેક રેકોર્ડ
Champions Trophy 2025: અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ઇબ્રાહિમ ઝદરાને ઇતિહાસ રચ્યો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 8મી મેચમાં બુધવારે ઇંગ્લેન્ડ સામે 106 બોલમાં સદી ફટકારી હતી

Champions Trophy 2025: અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ઇબ્રાહિમ ઝાદરાને ઇતિહાસ રચ્યો છે. તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 8મી મેચમાં બુધવારે ઇંગ્લેન્ડ સામે 106 બોલમાં સદી ફટકારી હતી. આ ઈનિંગમાં જાદરાને 6 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. આ ઝાદરાની વનડે કારકિર્દીમાં છઠ્ઠી સદી છે. આ સાથે તેણે ઇતિહાસ પણ રચ્યો છે. ઝાદરાને 134 બોલમાં 150 રન પૂરા કર્યા. તેણે 146 બોલમાં 177 રનની ઇનિંગ રમી. આ ઇનિંગની મદદથી અફઘાન ટીમે 325 રન બનાવ્યા.
પ્રથમ અફઘાન બેટ્સમેન
ઇબ્રાહિમ ઝાદરાને વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી બંનેમાં સદી ફટકારનાર પ્રથમ અફઘાન બેટ્સમેન બન્યો. ઝાદરાને 2023ના ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારી હતી. હવે તેણે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારી છે. આ મેચમાં ઇંગ્લિશ ટીમ 4 બોલરો અને 2 પાર્ટ-ટાઇમ બોલરો સાથે મેદાનમાં ઉતરી છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ત્રીજી મેચમાં, દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાનને 107 રનથી હરાવ્યું. આ મેચમાં ઇબ્રાહિમ ઝાદરાનનું બેટ નહોતું ચાલ્યું. ઇબ્રાહિમ ઝાદરાને 29 બોલનો સામનો કર્યો અને 17 રન બનાવ્યા. પોતાની ઇનિંગમાં તેણે 1 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઝાદરાનને કાગીસો રબાડાએ બોલ્ડ કર્યો. આવી સ્થિતિમાં, અફઘાનિસ્તાન માટે ઈંગ્લેન્ડ સામેની મેચ મહત્વપૂર્ણ હતી. આ મહત્વપૂર્ણ મેચમાં ઝાદરાને મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી છે.
ચેમ્પિયન્સ ટ્રોફીમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- ૧૭૭: ઇબ્રાહિમ ઝદરાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ૨૦૨૫
- ૧૬૫: બેન ડકેટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૨૦૨૫
- ૧૪૫*: નાથન એસ્ટલ વિરુદ્ધ યુએસએ, ૨૦૦૪
- ૧૪૫: એન્ડી ફ્લાવર વિરુદ્ધ ભારત, ૨૦૦૨
- ૧૪૧*: સૌરવ ગાંગુલી વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ૨૦૦૦
- ૧૪૧: સચિન તેંડુલકર વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, ૧૯૯૮
- ૧૪૧: ગ્રીમ સ્મિથ વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ૨૦૦૯
અફઘાનિસ્તાન માટે સૌથી વધુ વ્યક્તિગત સ્કોર
- ૧૭૭: ઇબ્રાહિમ ઝાદરાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ૨૦૨૫
- ૧૬૨: ઇબ્રાહિમ ઝાદરાન વિરુદ્ધ શ્રીલંકા, ૨૦૨૨
- ૧૫૧: રહેમાનુલ્લાહ ગુરબાઝ વિરુદ્ધ પાકિસ્તાન, ૨૦૨૩
- ૧૪૯*: અઝમાતુલ્લાહ ઉમરઝાઈ વિરુદ્ધ શ્રીલંકા, ૨૦૨૪
- ૧૪૫: રહેમાનુલ્લાહ ગુરબાઝ વિરુદ્ધ બાંગ્લાદેશ, ૨૦૨૩
પાકિસ્તાનમાં સૌથી વધુ વ્યક્તિગત વનડે સ્કોર
- ૧૮૮*: ગેરી કિર્ટસન વિરુદ્ધ યુએઈ, રાવલપિંડી, ૧૯૯૬
- ૧૮૧: વિવ રિચાર્ડ્સ વિરુદ્ધ શ્રીલંકા, કરાચી, ૧૯૮૭
- ૧૮૦*: ફખર ઝમાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, રાવલપિંડી, ૨૦૨૩
- ૧૭૭: ઇબ્રાહિમ ઝાદરાન વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લાહોર, ૨૦૨૫
- ૧૬૫: બેન ડકેટ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, લાહોર, ૨૦૨૫
આ પણ વાંચો...
Virat Kohli Ranking: પાકિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારવાનું કોહલીને મળ્યું ઇનામ, ICC રેન્કિંગમાં મળ્યું આ સ્થાન, જાણો શું કેટલો થયો ફાયદો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
