(Source: ECI/ABP News/ABP Majha)
અમિત શાહની ગાંધીનગરમાં 1200 બેડની જાહેરાતના ત્રણ દિવસ પછી પણ કશું થયું નથી, માત્ર હેલિપેડની સફાઈ કરાઈ...
હેલીપેડ ગ્રાઉન્ડ પર માત્ર સફાઇ થઈ છે અને એ સિવાય કોઈ કાર્ય થયું નથી. ત્રણ દિવસ પહેલા અમિત શાહે હેલીપેડ ગ્રાઉન્ડ પર 1200 બેડ કોંવીડ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે જે સ્થિતી હતી એવી જ સ્થિતી હજુ છે.
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પર 900 બેડની હોસ્પિટલનું નીરિક્ષણ કર્યા પછી ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ પર 1200 બેડની કોંવીડ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી. આ શ્ચર્યજનક રીતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જાહેરાત છતાં હેલીપેડ ગ્રાઉન્ડ પર 1200 બેડની કોંવીડ હોસ્પિટલ બનાવવાની દિશામાં કોઈ પ્રગતિ થઈ નથી.
હેલીપેડ ગ્રાઉન્ડ પર માત્ર સફાઇ થઈ છે અને એ સિવાય કોઈ કાર્ય થયું નથી. ત્રણ દિવસ પહેલા અમિત શાહે હેલીપેડ ગ્રાઉન્ડ પર 1200 બેડ કોંવીડ હૉસ્પિટલ બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે જે સ્થિતી હતી એવી જ સ્થિતી હજુ છે.
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. સોમવારે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. રાજ્યમાં સોમવારે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.
ગુજરાતમાં ભાજપના કયા ધારાસભ્યએ લોકડાઉનની માંગ કરી ? જાણો મોટા સમાચાર
Coronavirus Cases India: કોરોનાનું કેપિટલ બન્યું ભારત, સતત છઠ્ઠા દિવસે નોંધાયા ત્રણ લાખથી વધુ કેસ