(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં ભાજપના કયા ધારાસભ્યએ લોકડાઉનની માંગ કરી ? જાણો મોટા સમાચાર
રાજકોટ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે લોકડાનને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ગત વર્ષે મજૂરોને લઈને જે અફરાતફરી થઈ હતી તે અફરાતફરી ન થાય તે માટે સરકાર lockdown વિચારતી નથી. બીજી તરફ ગોવિંદભાઈ પટેલે કહ્યું ડોક્ટરોનું કહેવું છે કે lockdown થવું જોઈએ. પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે એમ પણ કહ્યું કે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જરૂર કરશે.
રાજકોટ: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે. તેની સાથે કોરોના(Coronavirus)થી કુલ મૃત્યુઆંક 6486 પર પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે. આ દરમિયાન રાજકોટ ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે લોકડાનને લઈ મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું ગત વર્ષે મજૂરોને લઈને જે અફરાતફરી થઈ હતી તે અફરાતફરી ન થાય તે માટે સરકાર lockdown વિચારતી નથી. બીજી તરફ ગોવિંદભાઈ પટેલે કહ્યું ડોક્ટરોનું કહેવું છે કે lockdown થવું જોઈએ. પૂર્વ મંત્રી ગોવિંદભાઇ પટેલે એમ પણ કહ્યું કે સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય જરૂર કરશે.
રાજ્યમાં કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 94,35,424 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 20,19,205 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,14,54,629 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના 14340 નવા દર્દીઓ નોંધાયા છે જ્યારે 7,727 લોકો સ્વસ્થ થયા છે.
રાજ્યનો રિકવરી રેટ ઘટ્યો
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હોસ્પિટલો બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી રહી છે. ત્યારે જ એક સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. કોરોનાના વધતા કેસો વચ્ચે ડિસ્ચાર્જ દર્દીની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલે સૌથી વધુ ડિસ્ચાર્જ દર્દીઓ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 1760 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તો સુરત શહેરમાં ગઈકાલે એક જ દિવસમાં 1369 દર્દીઓએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સોમવારે 7727 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,82,426 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 1 લાખ 20 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,21,461 પર પહોંચ્યો છે. જેમાંથી 412 લોકો વેન્ટિલેટર પર અને 1,21,049 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.93 ટકા છે.