શોધખોળ કરો
Advertisement
‘ક્યાર’ વાવાઝોડાની અસર ગુજરાતમાં કઈ-કઈ જગ્યાએ જોવા મળશે? વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત
દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘ક્યાર’ની અસર જોવા મળી રહી છે. આગામી સમયમાં પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગાંધીનગર: ગુજરાત તરફ આવી રહેલ ‘ક્યાર’ વાવાઝોડું પૂર્વ મધ્ય અરબી સમુદ્રથી પશ્ચિમ સમુદ્ર તરફ આગળ વધી રહ્યું છે. જોકે, ગુજરાતની નજીક પહોંચવાના કારણે તેની અસર ગુજરાતના અનેક શહેરોમાં જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ‘ક્યાર’ની અસર જોવા મળી રહી છે.
‘ક્યાર’ વાવાઝોડાના કારણે આણંદ, અમદાવાદ, દીવ, ગીર સોમનાથ, સુરત, વલસાડમાં વરસાદી છાંટા જોવા મળ્યાં હતાં. આગામી સમયમાં પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે કમોસમી વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ 140 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્યો છે. પવનની ગતી વધીને 160 કિલોમીટરે પહોંચવાનુ અનુમાન છે.
પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ મહારાષ્ટ્રથી 350 કિલોમીટર દુર છે. જે મહારાષ્ટ્ર તરફ જશે અને ત્યાર બાદ ઓમાન તરફ ફંટાશે તેમ છતાં પણ ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોને અસર જોવા મળશે. દરિયામાં તોફાન વધુ હોવાના કારણે બંદરો પર બે નંબરનુ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચનાઓ જારી કરી છે.
મહત્ત્વપૂર્ણ છે કે, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ જિલ્લમામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે આગાહી કરી છે.
વાવાઝોડાની અસરને પગલે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. પરંતુ આ વાતાવરણના પલટાના કારણે ખેડૂતોની ચિંતા વધી છે અને હજુ પણ આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
દેશ
બોલિવૂડ
Advertisement