પેપરલીક થયાનો કોઈ ઓથેન્ટિક પુરાવો મળ્યો નથીઃ અસિત વોરા
આજે બપોરે 1 વાગ્યે ગોણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે. પત્રકાર પરીષદમાં આ અંગે મોટો ખુલાસો થાય તેવી સંભાવના છે.

Background
ગાંધીનગરઃ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર ફૂટ્યું હોવાના આક્ષેપો લાગતાં ખળભળાટ મચી ગયો છે. આજે બપોરે 1 વાગ્યે ગોણ સેવા પસંદગી મંડળના પ્રમુખ અસિત વોરા આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે. પત્રકાર પરીષદમાં આ અંગે મોટો ખુલાસો થાય તેવી સંભાવના છે.
આપના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની 12મી ડિસેમ્બરે લેવાયેલી પરીક્ષાનું પેપર ફૂટયું હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જ જાડેજાએ પ્રાંતિજ નજીકના એક ફાર્મ હાઉસનો ફોટો જાહેર કરી ત્યાંથી પેપર ફૂટ્યોનો દાવો કર્યો છે. ફાર્મ હાઉસના માલિક રાજૂ પટેલે ABP અસ્મિતા સાથે કરેલી વાતમાં સ્પષ્ટ જણાવ્યું કે, તેના ફાર્મ હાઉસમાં આવી કોઈ પ્રવૃતિ થઈ નથી. યુવરાજસિંહ જાડેજા સામે તેઓ માનહાનિનો કેસ કરશે. જે અંગે હાલ તેઓ વકીલની સલાહ લઈ રહ્યા છે અને બે દિવસમાં કેસ કરશે.
અક્ષરમ્ ફાર્મ હાઉસના માલિક રાજુ પટેલે જણાવ્યું હતું કે, અમારા ફાર્મ હાઉસમાં આવી કોઈ પ્રવૃત્તિ થઈ નથી. આક્ષેપ કરનાર સામે અમે માનહાનિનો દાવો કરવાના છીએ. માનહાનિનો દાવો કરવા અમે હાલ વકીલની સલાહ લઈ રહ્યા છીએ. બે દિવસની અંદર અમે આક્ષેપ કરનાર સામે માનહાનિનો દાવો કરશું.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીકના મામલે આમ આદમી પાર્ટીએ ગૌણ સેવા પસંદગી મંડલ ખાતે હલાબોલ કર્યો હતો. પોલીસ સાથે પણ તકરાર થઈ.
અસિત વોરા ક્યારેય પોતાની ભુલ નહીં સ્વીકારે
અસિત વોરા ક્યારેય પોતાની ભુલ નહીં સ્વીકારે. અસિત વોરા સહિત તમામ લોકોની પણ તપાસ કરવી જોઇએ.
હિમતનગરના ધ્રુવ નામના યુવકની પૂછપરછ
બે શંકાસ્પદ શખ્શોની સ્થાનિક પોલીસ દ્વારા પૂછ પરછ હાથ ધરાઈ. હિંમતનગર એલસીબી કચેરીએ શંકાસ્પદોની પૂછપરછ. હિમતનગરના ધ્રુવ નામના યુવકની પૂછપરછ હાથ ધરાઈ હોવાનું બિન સત્તાવાર માહિતી મળી. લીક થયેલા પેપરના જવાબોને લઈ ધ્રુવની પુછપરછ. એલસીબી કચેરીમાં પેપર લીંક મામલે પૂછપરછનો ધમધમાટ ચાલી રહ્યો છે.





















