શોધખોળ કરો

Teachers Day 2024: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણનને પુષ્પાંજલિ અર્પણ કરી

Teachers Day 2024: ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

Teachers Day 2024: ભારતના મહાન તત્વચિંતક તથા ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં સમગ્ર ભારતમાં પાંચમી સપ્ટેમ્બરે ‘શિક્ષક દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન એ દેશના સંવિધાનને કેન્દ્રસ્થાને રાખી દેશને નવી દિશા આપવાનું કામ રાષ્ટ્રપતિ હતા તે સમયે કર્યું હતું. આજે ગુજરાત વિધાનસભા ખાતેના પોડિયમમાં આજીવન શિક્ષક એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની ૧૩૬મી જન્મજયંતિએ તેમના તૈલચિત્રને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ એક મહાન તત્વચિંતક, વિચારક, શિક્ષક તેમજ ભારતીય દર્શનના પ્રણેતા હતા. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ મદ્રાસથી દુર તિરૂત્તાની નામક ગામમાં, એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. રાધાકૃષ્ણન બાળપણથી જ ભણવામાં હોશિયાર હતાં. તેમણે ૧૮ વર્ષની વયે સ્નાતક અને ૨૧ વર્ષની વયે અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી.

વર્ષ - ૧૯૦૯માં રાધાકૃષ્ણને દર્શનશાસ્ત્રના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા હતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ દર્શનશાસ્ત્ર પર લેખ લખતા હતાં. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. ભારતમાં બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં કુલપતિની સેવા આપ્યા બાદ તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા હતા. આ ઉપરાંત શ્રી રાધાકૃષ્ણનને ટેમ્પલટન એવોર્ડ, ભારતરત્ન, તેમજ અન્ય અનેક એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવ્યા હતા.     

શિક્ષકો આધુનિક ભારતના ઘડવૈયા છે. કોઈ પણ સમાજ અથવા દેશનું સારું ભવિષ્ય બનાવવાની જવાબદારી તે દેશના શિક્ષકોની છે. તેઓ વિદ્યાર્થીઓને સફળતાના શિખરો સુધી પહોંચવાનો માર્ગ બતાવવાનું કામ કરે છે. શિક્ષકના આ મહત્વને ધ્યાનમાં રાખીને, આપણા દેશમાં દર વર્ષે ૦૫ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઇન્ચાર્જ સચિવ સી.બી.પંડ્યા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહી ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.

આ પણ વાંચો...

Teachers Day 2024: અમરેલીના આ શિક્ષકે સંગીતથી શિક્ષણ બનાવ્યું સરળ, બાઇક પર બનાવી હરતી ફરતી શાળા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?Valsad Train Accident | વલસાડ રેલવે સ્ટેશન પાસે ટ્રેનનું એન્જિન ટ્રેક પરથી ઉતરી ગયું, દહાણુંમાં માલગાડીના ડબ્બા ટ્રેક પરથી ખળી ગયાMehsana | બહુચરાજીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓની મુસાફરી, જુઓ વીડિયોમાંLebanon walkie-talkie blasts | ફરી વોકી ટોકી બ્લાસ્ટથી હચમચી ગ્યું લેબનાન, 20થી વધુના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
પીએમ મોદીએ રાહુલ ગાંધીને કહ્યા વાયરસ, કહ્યું - તે આપણા દેવી દેવતાઓને ભગવાન માનતા નથી
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
IND vs BAN: અશ્વિન જાડેજાએ સચિન ઝહીરનો 20 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ખાસ યાદીમાં ટોચ પર પહોંચ્યા
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: નવરાત્રી પર વરસાદ બનશે વિલન, આ વિસ્તારમાં ભારે વરસાદ તૂટી પડશેઃ અંબાલાલ પટેલની આગાહી
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
પૈસા તૈયાર રાખો! આ સરકારી કંપની 10,000,000,000 નો IPO લાવી રહી છે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
General Knowledge: કઈ કંપનીની એર હોસ્ટેસને મળે છે સૌથી વધુ પગાર? રકમ જાણીને હોંશ ઉડી જશે
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
India vs Bangladesh 1st Test, Day 1: ભારતના પ્રથમ દિવસે 339 રન, અશ્વિન-જાડેજાની તોફાની બેટિંગ
Embed widget