Metro Train: ગાંધીનગર-અમદાવાદ બાદ વડોદરા, સુરત, રાજકોટમાં પણ દોડશે મેટ્રૉ, રૂટ અને ખર્ચની ડિટેલ્સ આવી સામે
Metro Train Route: રાજ્યમાં હવે મેટ્રૉ ટ્રેનનો વ્યાપ વધશે. દેશભરમાં મેટ્રૉ ટ્રેનને લઇને મોટા પાયે પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ ટૂંક સમયમાં મેટ્રૉ ટ્રેનની સેવા શરૂ કરાશે
Metro Train Route: રાજ્યમાં હવે મેટ્રૉ ટ્રેનનો વ્યાપ વધશે. દેશભરમાં મેટ્રૉ ટ્રેનને લઇને મોટા પાયે પ્રૉજેક્ટ ચાલી રહ્યો છે. અમદાવાદ બાદ હવે ગાંધીનગરમાં પણ ટૂંક સમયમાં મેટ્રૉ ટ્રેનની સેવા શરૂ કરાશે, પીએમ મોદી ગાંધીનગર-અમદાવાદ મેટ્રૉ ટ્રેનને લીલીઝંડી આપશે.
માહિતી પ્રમાણે, રાજ્યમાં હવે ધીમે ધીમે મેટ્રૉ ટ્રેનનો વ્યાપ વધશે. રાજ્યના મહાનગરોમાં મેટ્રૉ સર્વિસને વધુ સારી રીતે અને મોટા પાયે શરૂ કરાશે. આગામી દિવસોમાં ગાંધીનગરમાં મેટ્રૉને પીએમ મોદી લીલીઝંડી આપશે. આ પ્રૉજેક્ટ અંતર્ગત મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધીની મેટ્રૉનું આયોજન છે. મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધીની મેટ્રૉ શરૂ કરાશે. આ ઉપરાંત ગિફ્ટ સિટી સુધીનો બ્રાન્ચ રૂટ પણ 16મી સપ્ટેમ્બરથી શરૂ કરાશે. ગાંધીનગર સુધીની મેટ્રૉને PM મોદી લીલીઝંડી આપશે.
ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં મેટ્રૉ ટ્રેનનો સર્ક્યૂલર રૂટ પણ શરૂ કરાશે. ગિફ્ટ સિટીમાં 7.56 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેનનો રૂટ બનશે. ગિફ્ટ સિટી મેટ્રૉ સર્ક્યૂલર રૂટનો અંદાજીત ખર્ચ 2023 કરોડ છે. અમદાવાદ એરપોર્ટ સુધી પણ આ રૂટને લંબાવાશે, અમદાવાદમાં કોટેશ્વરથી એરપોર્ટ સુધીનો મેટ્રોનો નવો રૂટ બનશે. એરપોર્ટ સુધી કનેક્ટિવિટી વધારવા 6.33 કિલોમીટરનો મેટ્રૉ રૂટ બનશે.
ખાસ વાત છે કે, આગામી દિવસોમાં અમદાવાદ, ગાંધીનગર બાદ સુરતમાં પણ સત્વરે મેટ્રૉ ટ્રેન શરૂ કરાશે. આ પછી વડોદરા અને રાજકોટમાં પણ મેટ્રૉ ટ્રેન શરૂ કરવાનું આયોજન છે. વડોદરામાં 39.10 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેન રૂટ શરૂ કરવાનું આયોજન છે. વડોદરા મેટ્રૉ ટ્રેન પ્રૉજેક્ટ અંદાજીત ખર્ચ 10 હજાર 438 કરોડનો છે. રાજકોટ માટે 37.80 કિલોમીટરનો મેટ્રૉ ટ્રેન રૂટ શરૂ કરવાનું આયોજન છે. રાજકોટ મેટ્રૉ ટ્રેન પ્રૉજેક્ટનો અંદાજીત ખર્ચ 10 હજાર 214 કરોડ રૂપિયાનો છે.
આ પણ વાંચો
Burning Track: આ દેશમાં ટ્રેન આવતા પહેલા પાટા પર લગાવવામાં આવે છે આગ, કારણ જાણીને ચોંકી જશો તમે