શોધખોળ કરો

Gandhinagar: હવે ગ્રામ પંચાયતમાં જ મળશે આ 14 પ્રમાણપત્રો,આવકનો દાખલો,રાશન કાર્ડમાં સુધારો થઈ જશે,જાણો ફી

Gandhinagar: ઇ-ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો ₹20ની ફી સાથે 14 જેટલાં પ્રમાણપત્રો જારી કરી શકશે; આવકનો દાખલો, રાશન કાર્ડમાં સુધારો થઈ જશે

ગાંધીનગર: ભારત ડિજિટલ કનેક્ટિવિટીમાં સતત આગળ વધી રહ્યું છે. આજે ગુજરાત સરકારની ડિજિટલ સેવા સેતુ પહેલના કારણે રાજ્યના અંતરિયાળ ગામડામાં રહેતી વ્યક્તિને પણ નાગરિક-કેન્દ્રિત સેવાઓ ઓનલાઈન મળી રહી છે. ડિજિટલ સેવાસેતુ એ ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક મજબૂત ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક ઊભું કરીને ગ્રામ્ય સ્તરે સરકારી સેવાઓ પૂરી પાડવા માટેની પહેલ છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર 321 પ્રકારના પ્રમાણપત્રો/સેવાઓ ઉપલબ્ધ છે, જેનો લાભ છેલ્લાં 2 વર્ષમાં 61 લાખથી વધુ લોકોએ લીધો છે.

ઑક્ટોબર 2020માં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું
રાજ્યના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને સરકારી સેવાઓ મેળવવામાં મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા ઑક્ટોબર 2020માં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ્ય સ્તરે સામાન્ય નાગરિકોને તેમની સુવિધા અનુસાર અને ગ્રામ પંચાયતમાંથી જ સામાન્ય ફી પર પૂરી પાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ડિજિટલ સેવાસેતુના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સરકારી સેવાઓ વધુ પારદર્શી રીતે, સરળતાથી અને ઝડપથી ઉપલબ્ધ થઈ છે જે તેને ડિજિટલ ક્રાંતિની દિશામાં મહત્વની પહેલ બનાવે છે.

ડિજિટલ પરિવર્તનની પહેલમાં ભારતનેટ પ્રોજેક્ટની ભૂમિકા મહત્વપૂર્ણ

દેશની તમામ ગ્રામપંચાયતોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ભારતનેટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. ગુજરાતના સુશાસનમાં નવતર પ્રયાસ તરીકે રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલૉજી વિભાગે ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્ક સાથે જોડીને ડિજિટલ સેવા સેતુનો નવો અભિગમ શરૂ કર્યો હતો. ભારત નેટ પ્રોજેક્ટ હેઠળ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક દ્વારા રાજ્યના 8000થી વધુ ગામડાઓમાં 100 Mbps હાઇ સ્પીડ ઇન્ટરનેટની સુવિધા મળી છે જેથી તાલુકા અને જિલ્લા કક્ષાના સેવા કેન્દ્રો પર ઉપલબ્ધ સેવાઓ ગ્રામ પંચાયતમાં જ સામાન્ય ફી પર પૂરી પાડવામાં આવે છે. આ અંતર્ગત, નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા રાશનકાર્ડમાં સુધારો કરવા અથવા ડુપ્લિકેટ રેશનકાર્ડ, આવક પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, ક્રીમી લેયર પ્રમાણપત્ર, જાતિ પ્રમાણપત્ર વગેરે જેવી સેવાઓ ગ્રામ પંચાયત કચેરીમાંથી જ ડિજિટલ સેવા સેતુ દ્વારા માત્ર 20 રૂપિયાની ફી ચૂકવીને ઉપલબ્ધ બને છે.

નોંધનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ભારતનેટ ફેઝ-2 નેટવર્કનો ઉપયોગ કરીને ડિજિટલ સેવા સેતુ પ્લેટફૉર્મે લગભગ 1.57 કરોડ ગ્રામીણ રહેવાસીઓને 321 સેવાઓનો લાભ આપ્યો છે.

છેલ્લાં 2 વર્ષમાં ગ્રામ પંચાયતોમાંથી 61 લાખથી વધુ લોકોએ વિવિધ સેવાઓનો લાભ લીધો
તાજેતરમાં ગુજરાતમાં ગ્રામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફાર વગેરેનો સમાવેશ થાય છે. આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે અને સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે. આ પહેલ હેઠળ 248 તાલુકાની 14112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે. 

ડિજિટલ સેવા સેતુની સફળતા આંકડામાં જોઈએ તો, 2023-24માં કુલ 27,13,079 લોકો અને 2024-25માં કુલ 34,99,261 લોકોએ ગ્રામ પંચાયતોમાંથી વિવિધ સરકારી સેવાઓનો લાભ લીધો છે. હાલમાં ડિજિટલ સેવા સેતુ પોર્ટલ પર 321 પ્રકારના પ્રમાણપત્રો/સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, SJED (સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ)ના 18 પ્રમાણપત્રો કે સેવાઓ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. ડિજિટલ સેવા સેતુના અમલીકરણથી સમય, નાણાં અને કાગળની બચત થઈ છે અને VCE (ગ્રામ્ય કમ્પ્યુટર ઉદ્યોગસાહસિકો) દ્વારા રોજગારીનું સર્જન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Advertisement

વિડિઓઝ

Ahmedabad Call Center : અમેરિકામાં દવાના નામે ડોલર પડાવીને ઠગાઈ કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ
Jignesh Mevani Support Rally In Patan : જીગ્નેશ મેવાણીના સમર્થનમાં થરાદ અને પાટણમાં રેલી
Hun To Bolish : હું તો બોલીશ : આપણે આંગણે કોમનવેલ્થ ગેમ્સ
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગયા નગરપાલિકાના રૂપિયા ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંથી આવ્યું હવામાં ઝેર ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
CWG 2030: ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક, કોમનવેલ્થ-2030 માટે અમદાવાદને મળી યજમાની
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
હોંગકોંગમાં બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, અત્યાર સુધી 13 લોકોના મોત 
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
ગજબનો શોખ, કારમાં પસંદગીના નંબર HR88B8888 માટે આપ્યા 1.17 કરોડ, દેશનો સૌથી મોંઘો VIP નંબર
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
UIDAI એ 2 કરોડથી વધારે આધારકાર્ડ કર્યા ડિએક્ટિવેટ, જાણો શું છે મોટું કારણ 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
Cyclone Senyar: વાવાઝોડું 'સેન્યાર' થોડા કલાકોમાં કરશે લેન્ડફોલ, આ રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી 
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો,  ગુવાહાટી ટેસ્ટમાં હાર બાદ WTC પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનથી નીચે આવ્યું
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી,  ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
સુપ્રીમ કોર્ટે SIR પર સુનાવણી કરી, ચૂંટણી પંચ પાસેથી 1 ડિસેમ્બર સુધીમાં માંગ્યો જવાબ
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
શેર બજારમાં ફરી રોનક! જાણો 26 નવેમ્બરની શાનદાર તેજી પાછળ શું છે મોટા કારણો 
Embed widget