શોધખોળ કરો

Startup: ગુજરાતના યુવા ઉદ્યોગ સાહસિકોએ વગાડ્યો ડંકો,રાજ્યના 9100થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા

ગાંધીનગર: વ્યાપાર-ધંધાની વાત આવે ત્યાં ગુજરાતીઓનું નામ ન આવે એવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે. સદીઓથી ગુજરાતીઓની આ એક સર્વમાન્ય છાપ રહી છે, જેને આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.

ગાંધીનગર: વ્યાપાર-ધંધાની વાત આવે ત્યાં ગુજરાતીઓનું નામ ન આવે એવું ભાગ્યે જ ક્યારેક બનતું હશે. સદીઓથી ગુજરાતીઓની આ એક સર્વમાન્ય છાપ રહી છે, જેને આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે. છેલ્લા બે દશકામાં ગુજરાતીઓએ વિશ્વ સમક્ષ પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે. વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા વિવિધ કાર્યક્રમોના પરિણામે આજે ગુજરાત વૈશ્વિક રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું છે.

ગુજરાતમાં જેમ-જેમ રોકાણો આવતા રહ્યા તેમ-તેમ દરેક ક્ષેત્રે વિકાસના નવા દ્વાર ખુલતા ગયા. કોઈને રોજગારી મળી, તો કોઈને પ્રેરણા. રોકાણો અને નોલેજ શેરીંગ વધતા ગુજરાતના યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતા પણ વધી. ગુજરાતમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસ માટે કામ કરવામાં રાજ્ય સરકાર સમગ્ર દેશમાં મોખરે છે. યુવાનોમાં રહેલી ઉદ્યોગસાહસિકતાની ભાવના અને હિસ્સેદારોના સમર્થનની સહજ શક્તિને પરિણામે ભારત સરકાર દ્વારા ગુજરાતને વર્ષ ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૧ એમ સતત ત્રણ વર્ષ સુધી સ્ટાર્ટઅપ રેન્કિંગમાં "શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય" તરીકેની માન્યતા આપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતને વર્ષ ૨૦૧૭માં પણ સ્ટાર્ટઅપ ઈન્ડિયા પ્લાનના સફળ અમલીકરણ માટે પ્રતિષ્ઠિત "પ્રધાનમંત્રી એવોર્ડ ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન" પણ મળ્યો હતો.

કોઇપણ રાજ્યના આર્થિક વિકાસમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલા માટે જ, ગુજરાત સરકારે સ્ટાર્ટઅપ અને ઇનોવેશનને પ્રોત્સાહિત કરવા માટે અનેક યોજના અને કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. ગુજરાત ઔદ્યોગિક નીતિ-૨૦૧૫ હેઠળ અપાયેલા વિવિધ પ્રોત્સાહનોથી કેટલાક સ્ટાર્ટઅપ્સે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની કામગીરી અને ઉત્પાદનોનો વિસ્તાર કર્યો છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલીસી (SSIP 2.0) સહિતના અનેક પ્રયાસોના પરિણામે ગુજરાતે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર સ્થાન મેળવ્યું છે.

ગુજરાતના ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને મળી DPIITની માન્યતા
ગુજરાતના આશરે ૯૧૦૦થી વધુ સ્ટાર્ટઅપને ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ છે. સાથે જ રાજ્યના ઉદ્યોગ વિભાગમાં ૫૧ નોડલ સંસ્થાઓ નોંધાયેલ છે. ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે માહિતી પ્રદાન કરતુ એક સમર્પિત સ્ટાર્ટઅપ ગુજરાત પોર્ટલ (www.startup.gujarat.gov.in) પણ રાજ્યમાં કાર્યરત છે. જેમાં સ્ટાર્ટઅપ્સને સહાયરૂપ થવા ૩૦૦થી વધુ મેન્ટર્સ રજીસ્ટર્ડ થયેલા છે. આ યોજના હેઠળ કુલ ગુજરાતના કુલ ૩૯૦ સ્ટાર્ટઅપને રૂ. ૪૩ કરોડની રોકડ સહાય ચૂકવવામાં આવી છે. એટલું જ નહિ, સહાય મેળવેલા સ્ટાર્ટઅપ્સ દ્વારા ૧૨૫થી વધુ પેટન્ટ પણ ફાઈલ કરવામાં આવ્યા છે.

સ્ટાર્ટઅપ્સને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડતી રાજ્ય સરકારની સંસ્થાઓ
આટલું જ નહિ, ગુજરાતને દેશનું સ્ટાર્ટઅપ હબ બનાવવા માટે રાજ્ય સરકારે અનેક નવતર પહેલો પણ કરી છે. કોઇપણ સારા ઇનોવેશન કે સ્ટાર્ટઅપને યોગ્ય માર્ગદર્શન, આર્થીક સહાય અને સાનુકુળ વાતાવરણ મળી રહે તે માટે રાજ્યમાં સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ નેટવર્ક, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત વેન્ચર ફાયનાન્સ લિ., ઈન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ એન્ડ ટેક્નોલોજી (iCreate), ઈન્ટરનેશનલ ઓટોમોટિવ સેન્ટર ઓફ એક્સેલન્સ (iACE) અને ગુજરાત સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન હબ (i-Hub) જેવી વિવિધ સંસ્થાઓ ઉપરાંત યુનિવર્સીટી સ્તરે પણ ઇન્ક્યુબેટર સેન્ટરો શરુ કરવામાં આવ્યા છે.  

સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારની નાણાકીય સહાય
ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ હેઠળની સ્ટાર્ટઅપ યોજના અંતર્ગત રાજ્ય સરકાર સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૩૦ લાખ સુધીનો સીડ સપોર્ટ, સામાજિક પ્રભાવ ધરાવતા સ્ટાર્ટઅપ્સને રૂ. ૧૦ લાખનો વધારાનો સીડ સપોર્ટ, નિર્વાહ ભથ્થા તરીકે એક વર્ષ સુધી દર મહિને રૂ. ૨૦ હજાર સહાય આપવામાં આવે છે. સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ મહિલાઓ બરાબરની ભાગીદારી નોંધાવે તે માટે મહિલાઓના નેતૃત્વ હેઠળના સ્ટાર્ટઅપ્સને નિર્વાહ ભથ્થા તરીકે દર મહિને  રૂ. ૨૫ હજારની સહાય અપાય છે. આ ઉપરાંત સ્ટાર્ટઅપ્સને એકસલરેશન પ્રોગ્રામમાં ભાગ લેવા મહત્તમ રૂ. ૩ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. સાથે જ  તાલીમ માટે સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૧ લાખ સુધીની સહાય, માન્ય નોડલ સંસ્થાને સ્ટાર્ટઅપના મેન્ટરીંગના ભાગરૂપે સ્ટાર્ટઅપ દીઠ રૂ. ૧ લાખની સહાય આપવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Champion Team India । ટી-20 વિશ્વકપ જીતી ભારતીય ટીમની વતન વાપસી, દિલ્હીમાં ભવ્ય સ્વાગતMehsana News । સારા વરસાદથી મહેસાણાના ધરોઈ ડેમની વધી જળસપાટીAhmedabad News । અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદToday Rain Update | આગામી 3 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં પડશે ધોધમાર વરસાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું  મુંબઇમાં ગ્રાન્ડ  વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Team India Victory Parade LIVE: ચેમ્પિયન્સનું મુંબઇમાં ગ્રાન્ડ વેલકમ, મરીન ડ્રાઇવ પર લાખો ફેન્સ થયા એકઠા
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Team India Victory Parade: વિક્ટરી પરેડની ક્યારે ને કઇ રીતે થઇ હતી શરૂઆત ? ટીમ ઇન્ડિયા બીજીવાર ઇતિહાસનું પુનરાવર્તન કરવા તૈયાર
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Ahmedabad: રાજીવ ગાંધી ભવન પર હુમલાને લઇને કોંગ્રેસ આક્રમક, અમદાવાદ આવી શકે છે રાહુલ ગાંધી
Embed widget