શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા NCPમાં મોટું ભંગાણ, કયા જિલ્લામાં 9 દિગ્ગજો જોડાયા ભાજપમાં?
દામનગર પાલિકાના એનસીપીના પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા છે. એનસીપી શાસિત પાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિતના 9 સદસ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે.
અમરેલીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો મોટા પાયે પક્ષ પલટા કરી રહ્યા છે. ત્યારે અમરેલીમાં એનસીપીના 9 દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમરેલીમાં ભાજપે મોટો ધડાકો કર્યો છે.
દામનગર પાલિકાના એનસીપીના પ્રમુખ સહિત 9 સદસ્યો ભાજપમાં જોડાયા છે. એનસીપી શાસિત પાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિતના 9 સદસ્યોએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. આ ઉપરાંત 3 પૂર્વ સદસ્યો સહિત અન્ય એનસીપીના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે. અમરેલી ખાતે એનસીપીના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ નારણ કાછડીયાના હસ્તે ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement