શોધખોળ કરો

CNG વાહનચાલકોને હવે લાંબી કતારોમાંથી મળશે મુક્તિ, રાજ્યમાં શરુ કરાશે 300 નવા CNG પંપ

રાજ્ય સરકારે CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે રાજ્યમાં 300 નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના CNG વાહન ધારકો-ચાલકોને સરળતાથી CNG ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઇનોમાં ઊભા રહેવું ન પડે તે માટે રાજ્યમાં 300 નવા CNG પંપ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે ઘરે ઘરે પાઇપલાઇન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં CM રૂપાણીએ કહ્યું કે હાલ CNG વાહન ચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન-પંપ ઉપર લાઇનમાં ઊભા રહેવું પડે છે તેમાંથી આ નિર્ણયના પરિણામે મુક્તિ મળશે. સમગ્ર ગુજરાતમાં બે વર્ષમાં 300થી વધારે નવા CNG સ્ટેશન ‘CNG સહભાગી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર હસ્તકની ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા સ્થાપવાનું આયોજન છે એમ પણ તેમણે જણાવ્યું હતું. હાલ જ્યાં પેટ્રોલ પંપ કાર્યરત હોય તેવા પેટ્રોલ પંપ ધારકો CNG પંપ શરૂ કરવા માટે વધારાની પરવાનગી સરકારમાંથી લેવાની રહેશે નહિં. રાજ્યમાં પાછલા 23 વર્ષમાં 542 CNG સ્ટેશન ઊભા કરાયા છે. સમગ્ર દેશમાં 1762 CNG સ્ટેશનો સ્થપાયા છે, તેમાંથી 31 ટકા એટલે કે 542 CNG સ્ટેશન સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે. CNG ફ્રેન્ચાઇઝી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવા ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવશે. યોજનાની વધુ વિગતો www.cngsahbhaagi.com વેબસાઇટ પરથી પણ ઉપલબ્ધ થશે. આ સિવાય રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ PNG નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક બે લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે PNG કનેક્શનની ડિપોઝિટ 1000 રૂપિયા તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે 5000 રૂપિયા ડિપોઝિટ લેવાશે. હાલમાં 13.50 લાખ ઘરોમાં PNG ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી 3 વર્ષમાં વધુ 4.50 લાખ ઘરોમાં વિસ્તારી 2022 સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા 18 લાખ ઘરોને PNG ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો હતો.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 

8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 

Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત

Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે

વિડિઓઝ

Thakor Samaj : 4 તારીખે ઠાકોર સમાજનું મહાસંમેલન , ભાગીને લગ્ન કરનારાને ઠાકોર સમાજ નહીં સ્વીકારે
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સુરક્ષા સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓના નામે 'અનંત' રાજનીતિ
Hun To Bolish : હું તો બોલીશ : કરોડોનો બગીચો કે ધૂમાડો
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
8th Pay Commission: 8માં પગાર પંચ પર મોટું અપડેટ, આ રાજ્યમાં થશે સૌથી પહેલા લાગુ, પગારમાં ધરખમ વધારો થશે 
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Gold Rate: નવા વર્ષે સોનાની કિંમતમાં વધારો, ચાંદીના ભાવ સતત બીજા દિવસે ઘટ્યા, ચેક કરો કિંમત
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
Heavy Rain Alert: આગામી 3 દિવસ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે
નવા વર્ષની ખુશી માતમમાં ફેરવાઈ,સ્વિટ્ઝર્લૅન્ડમાં વિસ્ફોટથી 40 ના મોત, આતંકવાદી હુમલા અંગે પોલીસે આપ્યો આ જવાબ

Honda Activa નો દબદબો યથાવત, વેચાણમાં બની નંબર-1, જુઓ સેલ્સ રિપોર્ટ 

SIP Calculator: 5000 રુપિયાની SIP થી 1 કરોડ બનાવવામાં કેટલો સમય લાગે? જુઓ કેલક્યુલેશન 

Gujarat Rain: ભર શિયાળે રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ

Embed widget