શોધખોળ કરો

Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે વિધાનસભામાં થશે ચર્ચા, હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરાશે. નિયમ 116 અંતર્ગત કાલે વિધાનસભામાં પેટ્રોલ-ડીઝલ મુદ્દે ચર્ચા થશે.

Gandhinagar News: પેટ્રોલ-ડીઝલને લઈ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં ચર્ચા કરાશે. નિયમ 116 અંતર્ગત કાલે વિધાનસભામાં પેટ્રોલ-ડીઝલ મુદ્દે ચર્ચા થશે. કોંગ્રેસના હોબાળા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહાર કર્યા હતા. સંઘવીએ કહ્યું હતું કે જાણી જોઈને ષડયંત્ર રૂપે લોકોમાં ખોટો મેસેજ જાય એનો પ્રયાસ ચાલી રહ્યો છે. જાણી જોઈને અફવાઓના માધ્યમથી લોકોને ખોટા રવાડે ચઢાવાયા છે. પેટ્રોલ-ડીઝલ તમામને મળી રહ્યું છે. એક પણ વ્યક્તિ પેટ્રોલ-ડીઝલ વગર જઈ રહ્યા નથી. સરકારે તમામ વ્યવસ્થાઓ કરી છે. 

બીજી  તરફ ધારાસભ્યોના વિશેષ અધિકારનો ભંગ થયાની અધ્યક્ષને ફરિયાદ કરવામાં આવી છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ ફરિયાદ કરી હતી. તુષાર ચૌધરીએ કહ્યું કે ગાડીના કાચ અને ડેકી ખોલાવી પોલીસે તપાસ કરી હતી. અન્ય સરકારી ગાડીઓ જવા દેવામાં આવી હતી. ગોપાલ ઈટાલિયાએ ફરિયાદ કરતા કહ્યું સભ્યોના વિશેષાધિકારનો ભંગ થયો છે. પોલીસે ગેટ નં. એક પર ગાડી રોકી તપાસ કરી છે. અધ્યક્ષે સમગ્ર બાબતને લઈ રિપોર્ટ માંગ્યો હતો. 

મુખ્યમંત્રીએ લોકોને શું કરી અપીલ?

પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે 'કોઈને પણ લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. પેટ્રોલ-ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. તમામને પેટ્રોલ-ડીઝલ મળતું રહેશે. કોઈને તકલીફ ન પડે તેવું આયોજન સરકાર કરી રહી છે. ગેસની પણ કોઈ અછત નથી. 

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના નિયામકે  પરિપત્ર જાહેર કર્યો હતો. પેટ્રોલ-ડીઝલને લઈ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાને લઈ પરિપત્ર જાહેર કરાયો હતો. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક હોવાની વાત કરાઈ હતી. પેટ્રોલ પંપ પર નિયમિત જથ્થો પહોંચાડાઈ રહ્યો છે. વાહનો સિવાય અન્ય બોટલ કે બેરલમાં પેટ્રોલ અપાશે નહીં. સંગ્રહખોરી કરનાર સામે કાર્યવાહી કરાશે.

પેટ્રોલ-ડીઝલની સ્થિતિને લઈને રાજ્યના નાગરિકોને ગભરાવવાની કોઈ જરૂર નથી. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો જથ્થો પૂરતો છે.  રાજ્યના નાગરિકોને આશ્વાસન આપતા અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ મોના ખાંધરે અપીલ કરી કે પેટ્રોલ ડીઝલની સ્થિતિને લઈને કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. રાજ્ય પાસે પૂરતો સ્ટોક છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget