શોધખોળ કરો

Gandhinagar: સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના સિનિયર અધિકારીઓ સાથે પીએમ મોદીની બેઠક, આ મુદ્દે થઈ શકે છે ચર્ચા

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના સિનિયર અધિકારીઓ સાથે બેઠકમાં વ્યસ્ત છે. નવી સરકારના 100 દિવસની કામગીરીની પણ સમીક્ષા કરી શકે છે પીએમ મોદી.

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સીએમ ભુપેન્દ્ર પટેલ અને રાજ્યના સિનિયર અધિકારીઓ સાથે બેઠકમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે, પીએમ મોદી રાજભવનમાંથી બપોરે 2-35 થી નિકળી 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પહોંચવા હતા જો કે હજુ પ્રધાનમંત્રી રાજભવનમાં બેઠક હાજર છે.

સીએમ ભુપેન્દ્ર પટેલ ઉપરાંત આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલ અને મહામંત્રી રત્નાકર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે કૈલાશ નાથન પણ હાજર છે. રાજભવન ખાતે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મહત્વની બેઠક ચાલી રહી છે. સરકાર અને સંગઠનના આગેવાનો સાથે પીએમની સયુંકત બેઠક કરી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે બોર્ડ - નિગમની નિમણૂકો અંગે ચર્ચાની શક્યતા છે. નવી સરકારના 100 દિવસની કામગીરીની પણ સમીક્ષા કરી શકે છે પીએમ મોદી.

ગુજરાતમાં કોરોનાએ ફરી માર્યો ફૂંફાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગુજરાતમાં કોરોના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા અને 11 ડિસ્ચાર્જ થયા. અમદાવાદ શહેરમાં નવા 14 કેસ નોંધાયા, જ્યારે રાજકોટમાં 4 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 99.13 ટકા છે.

રાજયમાં હાલ કેટલા છે એક્ટિવ કેસ

રાજ્યમાં હાલ 112 એક્ટિવ કેસ છે, જેમાંથી વેન્ટિલેટર પર બે કેસ છે અને 110 દર્દી સ્ટેબલ છે. 1266660 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે, જ્યારે કુલ મૃત્યુઆંક 11,046 પર છે.

આજે ક્યાં નોંધાયા કેટલા કેસ

 રાજ્યમાં ગઈકાલે  કોરોનાના નવા 25 કેસ નોંધાયા હતા. જ્યારે રાજ્યમાં 84 દિવસ બાદ એક્ટિવ કેસનો આંક વધીને 100 પર પહોંચ્યો હતો. નવા નોંધાયેલ કેસમાં અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા હતા. તો અમરેલી અને રાજકોટમાં બે-બે કેસ નોંધાયા હતા. જ્યારે બોટાદ, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા અને વડોદરામાં એક-એક કેસ નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ મહિને જ 49 એક્ટિવ કેસ નોંધાયા છે. જાન્યુઆરીમાં 36 અને ફેબ્રુઆરીમાં 24 એક્ટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા 3 દિવસમાં જ પોઝિટિવ કેસ 10ની ઉપર નોંધાયા છે.જેમાં સૌથી વધારે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જોધપુર, સેટેલાઈટ, થલતેજ, નવરંગપુરા, વસ્ત્રાપુર, વાસણા, પાલડી વિસ્તારમાં કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદમાં સાત દિવસમાં કોરોનાના 46 કેસ નોંધાતા પ્રશાસન પણ એલર્ટ મોડ પર છે. નવા નોંધાયેલા કેસમાં 13 કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.

સાત દિવસમાં કોરોનાના 46 કેસ નોંધાતા મ્યુનિ.હેલ્થ વિભાગને એલર્ટ મોડ ઉપર મુકવામાં આવ્યુ છે.નવા નોંધાયેલા કેસમાં તેર કેસ ટ્રાવેલ હીસ્ટ્રી ધરાવે છે.નવરંગપુરા,થલતેજ ઉપરાંત જોધપુર વોર્ડમાં કોરોનાના સૌથી વધુ નવા કેસ નોંધાયા છે..હાલમાં શહેરમાં કોરોનાના કુલ 49 એકિટવ કેસ છે.એક દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહયા છે.બાકીના હોમઆઈસોલેશનમાં છે.અમદાવાદમાં શહેરીજનો આજે ધૂળેટી પર્વની ઉજવણી કરશે.બીજી તરફ મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટમેચનો આરંભ થઈ રહયો છે.આ અગાઉ ફરી એકવખત શહેરમાં કોરોનાના કેસ જે થોડા દિવસ અગાઉ માત્ર સિંગલ ડીજીટમાં નોંધાતા હતા.તે હવે ડબલ ડીજીટમાં નોંધાઈ રહયા છે.એક સપ્તાહમાં કોરોનાના વધેલા કેસમાં સૌથી વધુ કેસ શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા નવરંગપુરા ઉપરાંત ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આવેલા થલતેજની સાથે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા જોધપુર વોર્ડમાં નોંધાયા છે.મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન સોંલંકીના કહેવા મુજબ,મધ્યઝોનમાં કોરોનાના ચાર કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૬ કેસ તેમજ દક્ષિણ-પશ્ચિમ ઝોન વિસ્તારમાં ૧૫ કેસ નોંધાયા છે.પશ્ચિમ ઝોન વિસ્તારમાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા છે.પૂર્વ ઝોન વિસ્તારમાં કોરોનાના બે કેસ જયારે દક્ષિણ અને ઉત્તરઝોન વિસ્તારમાં અનુક્રમે એક-એક કેસ નોંધાવા પામ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget