Rain in Gujarat : છોટાઉદેપુર, નવસારી અને વલસાડમાંથી 1470 લોકો સહીત રાજ્યમાં 3250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું
Rain in Gujarat : છોટાઉદેપુરમાં 400, નવસારીમાં 550 અને વલસાડમાં 470 સહીત રાજ્યમાં કુલ 3250 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Gandhinagar : દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને છોટાઉદેપુર નવસારી અને વલસાડમાં પડેલા ભારે વરસાદને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી હતી. રાજકોટ જિલ્લાના પ્રવાસમાંથી પરત આવી હેલિપેડથી સીધા જ ગાંધીનગરના સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા.તેમણે ખાસ કરીને 6 જિલ્લામા થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.મુખ્યમંત્રીએ આ ઓપરેશન સેન્ટરની હોટ લાઈનથી છોટાઉદેપુર કલેકટર કંટ્રોલ રૂમમાં વાતચીત કરી સ્થિતીનો તાગ મેળવ્યો હતો.
દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં 1470 લોકોનું સ્થળાંતર
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં આજે દિવસ દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓ છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, વલસાડ, નવસારી અને પંચમહાલમાં થયેલા વ્યાપક અને ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા આ જિલ્લાના જિલ્લા કલેકટરો સાથે ગાંધીનગર સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર SEOCથી કરીને સ્થિતિનો સંપૂર્ણ જાયજો મેળવ્યો હતો.
આ જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેલા લોકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તેમણે સૂચનાઓ આપી હતી.છોટાઉદેપુરમાં 400 લોકો નવસારીમાં 550 લોકો અને વલસાડમાં 470 લોકો સહિત રાજ્યમાં 3250 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવેલું છે.
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી રાજ્યના છ જિલ્લામાં થયેલા ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 10, 2022
જિલ્લા કલેક્ટરશ્રીઓને નીચાણવાળા સ્થળોએ રહેલા લોકોના સલામત સ્થળાંતર, તેમના ભોજન અને આરોગ્યની વ્યવસ્થા સહિતના વિવિધ મુદ્દાઓ અંગે જરૂરી સૂચનાઓ આપી. pic.twitter.com/U6VC2Fb6zO
NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન તૈનાત
રાજ્યમાં NDRF ની 13 ટીમ અને SDRFની 16 પ્લાટુન હાલ તૈનાત કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં વડોદરાથી SDRF ની 1 પ્લાટુન મદદ માટે રવાના કરવામાં આવી છે.નવસારીમાં NDRFની 2 ટીમ , ગીર સોમનાથ અને સુરતમાં NDRFની 1 - 1 ટીમ, રાજકોટ, બનાસકાંઠા અને વલસાડમાં NDRFની 1 - 1 ટીમ, ભાવનગર, કચ્છ અને અમરેલીમાં NDRFની 1 - 1 ટીમ અને જામનગર, દ્વારકા અને જૂનાગઢમાં NDRFની 1 - 1 ટીમ તૈનાત કરવામાં આવી છે.