શોધખોળ કરો
Advertisement
ગુજરાતના વધુ એક રાજ્યસભાના સભ્યની તબિયત લથડી, જાણો કોરોના થયા પછી શું થઈ તકલીફ?
કોરોનાથી સ્વસ્થ થયા બાદ શક્તિસિંહ ગોહિલને હવે ફેફસાનું ઈંફેકશન થયું છે. ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં એક તરફ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે રાજ્યમાં બે રાજ્યસભાના સાંસદોના કોરોના થયા પછી ફેફસાની સારવાર દરમિયાન નિધન થતાં શોકની લાગણી ફરી વળી છે. ત્યારે કોરોનાની સારવાર પછી વધુ એક રાજ્યસભાના સાંસદની તબિયત લથડી હોવાના સમાચાર સામે આવ્યા છે.
કૉંગ્રેસના દિગ્ગજ નેતા અને બિહારના પ્રભારી તેમજ રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર આવ્યા છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ શક્તિસિંહ ગોહિલને હવે ફેફસાનું ઈંફેકશન થયું છે. ફેફસામાં ઈંફેકશન થતા હાલ તબીબોની દેખરેખ હેઠળ છે. કૉંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે જ ટ્વીટ કરી આ અંગે માહિતી આપી હતી. તો પોતાના સમર્થકો અને કાર્યકરોને અપીલ કરી હતી કે, મુલાકાતીઓ સાથે વાત ન કરવા તબીબોએ સલાહ આપી છે. ત્યારે સ્વસ્થ થવામાં થોડો સમય લાગી શકે છે. આ સાથે જ સ્વાસ્થ્યની ચિંતા કરનારા તમામ શુભેચ્છકો અને સમર્થકોનો આભાર વ્યકત કર્યો.
નોંધનીય છે કે, અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોનાની સારવાર પછી ફેફસામાં ઇન્ફેક્શનને કારણે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલ અને અભય ભારદ્વાજનું નિધન થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ગુજરાતમાં કોરોનાની ચપેટમાં આવેલા સાંસદોની વાત કરીએ તો ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, પોરબંદરના સાંસદ રમેશ ધડૂક, રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન, અમદાવાદના બંને સાંસદો કિરીટ સોલંકી અને હસમુખ પટેલ તેમજ નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોનાની ચપેટમાં આવી ચૂક્યા છે.मैं कोरोना से संक्रमित था,अब कोरोना के बाद के कॉम्प्लीकेशंस है । फेफड़ों में इन्फेक्शन की वजह से डॉक्टर्स ने बात करने और विज़िटर्स को मिलने की सख्त पाबंदी लगाई हैं। संपूर्ण आरोग्य प्राप्ति मे समय लगेगा। मेरी फिक्र नहीं करना। आपकी शुभकामनाएं मेरे साथ है। धन्यवाद। pic.twitter.com/SwSYyfXACr
— Shaktisinh Gohil (@shaktisinhgohil) December 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement