શોધખોળ કરો
Advertisement
રાકેશ અસ્થાના બની શકે છે CBIના ડાયરેક્ટર, હાલના ડાયરેક્ટર શુક્રવારે થશે નિવૃત
ગાંધીનગર: સૂત્રો પાસેથી માહિતી સામે આવી રહી છે કે સીબીઆઇના ઇંચાર્જ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સીબીઆઇના ડાયરેક્ટર બનશે. હાલના ડાયરેક્ટર અનિલ સિંહા શુક્રવારે રિટાયર્ડ થઇ રહ્યા છે, એવામાં રાકેશ અસ્થાના સીબીઆઇના ઇંચાર્જ ડાયરેક્ટર બનશે. સીબીઆઇમાં ડાયરેક્ટર બાદ સૌથી વધારે વરિષ્ઠ અધિકારી રાકેશ અસ્થાના છે. જેઓ હાલમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે સીબીઆઇ મુખ્યાલયમાં ફરજ પર છે, તેમજ અડધો ડઝનથી વધારે મહત્વપૂર્ણ મામલાના તપાસ માટે બનાવાયેલી એસઆઇટીના પ્રમુખ છે. અસ્થાના 1984 બેંચના ગુજરાત કૈડરના આઇપીએસ અધિકારી છે. સરકારે હજુ સુધી અનિલ સિંહાના ઉત્તરાધિકારીની જાહેરાત કરી નથી. એવામાં નવા સીબીઆઇ ડાયરેક્ટરની નિયુક્તિ પહેલા અસ્થાના ઇંચાર્જ ડિરેક્ટર તરીકે રહેશે. ગઇકાલે જ સરકારે રૂપક દત્તાને સીબીઆઇમાંથી બદલી કરી નાખી છે. જેઓ અનિલ સિંહા બાદ સીબીઆઇમાં સૌથી વરિષ્ઠ અધિકારી છે. સ્પેશલ ડાયરેક્ટર રહેલા રૂપક દત્તા હવે ગૃહ મંત્રાલયમાં સ્પેશલ સેક્રેટરી તરીકે નિયુક્તિ કરાઇ છે. હવે સીબીઆઇના નવા ડાયરેક્ટર કોણ રહેશે તેના પર અટકળોની બજાર હાલ ગરમ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement