શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારે ક્યા વિદ્યાર્થીઓની 50 ટકા ફી માફ કરવાની કરી જાહેરાત, જાણો લાભ લેવા શું રજૂ કરવાનું રહેશે?
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે
હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે કોરોનાની ડ્યુટી દરમિયાન કોરોના સંક્રમિત થતાં મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને શિક્ષણમાં 50 ટકા ફી માફી સહિતની યુવા સ્વાવલંબન યોજનાનો લાભ આપવા સરકારે ઠરાવ કર્યો છે. કર્મચારીઓના સંતાનોને આવક અને પર્સેન્ટાઈલની કોઈ પણ મર્યાદા વગર યોજનાનો લાભ મળી શકશે.
સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઠરાવ પ્રમાણે, ગુજરાતમાં કોવિડ-19ની કામગીરીમાં ફરજ બજાવતી વખતે કોવિડ-19થી અવસાન પામેલા સરકારી કર્મચારીઓના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ આપવામાં આવશે. સરકાર દ્વારા કોવિડ-19 અન્વયે વિવિધ ફરજો સોંપવામા આવી છે ત્યારે કોર્પોરેશન સ્કૂલોના શિક્ષકો-કર્મચારીથી માંડી સરકારના કર્મચારીઓ મૃત્યુ પામ્યા છે.
આ કર્મચારીઓના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત લાભ આપવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. સરકારે દરખાસ્ત મંજૂર કરતાં આ બાબતે ઠરાવ કરવામાં આવ્યો છે અને ચાલુ શૈક્ષણિક વર્ષે 2020-21થી ધોરણ 12 પછીના ઉચ્ચ શિક્ષણના કોઈ પણ અભ્યાસક્રમમાં મૃતક સરકારી કર્મચારીના સંતાનને એમવાયએસવાય યોજના અંતર્ગત 50 ટકા ફી માફીનો લાભ મળશે.
સરકારના ઠરાવ પ્રમાણે, કોર્પોરેશનના કર્મચારી સહિતના તમામ સરકારી કર્મચારી જો કોરોનાથી મૃત્યુ પામે તો આ યોજના હેઠળ તેમના સંતાનોને લાભ મળી શકશે. આ ઉપરાંત મૃતક કર્મચારીના સંતાનોને 80 પર્સેન્ટાઈલનો નિમય તથા 6 લાખની આવકનો નિયમ પણ લાગુ નહીં પડે.
મહત્વની વાત એ છે કે, કોરોનાથી મૃત્યુ પામેલા કે મૃત્યુ પામતા સરકારી કર્મચારીના સંતાનો માન્ય પરીક્ષામાં પાસ થયા બાદ ડિપ્લોમા અને સ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવે ત્યારે MYSY યોજના અંતર્ગત આવક અને પર્સેન્ટાઈલની મર્યાદા વગર લાભ આપવામાં આવશે. જોકે સહાય મેળવવા માટે સરકારી કર્મચારી જે વિભાગ હેઠળની કચેરીમાં ફરજ બજાવતા હોય તે વિભાગના નાયબ સચિવથી ઉતરતી કક્ષાના ન હોય તેવા અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement