શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકારની વધુ એક ગુલાંટ, હવે લગ્ન, ધાર્મિક કાર્યક્રમો, અંતિમવિધી અંગેના નિયમોમાં કર્યો શું મોટો ફેરફાર ?
કોરોના વાઈરસના ચેપના ફેલાવાની ગતિ અટકે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે લગ્ન, સત્કાર સમારંભ સહિતની ઉજવણીઓમાં 200 લોકોના બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણી સરકાર પોતે લીધેલા નિર્ણયોમાં ગુલાંટ લગાવીને આ નિર્ણય બદલવા માટં પંકાતી જાય છે. રૂપાણી સરકારે હવે લગ્ન અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે. ગુજરાત સરકારે પહેલાં લગ્ન માટે 200 માણસોને હાજર રાખવાની મંજૂરી આપી હતી. હવે તેમા પણ ગુલાંટ લગાવીને 200 લોકોના બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. . અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં 50 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાઈ છે.
ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે, કોરોના વાઈરસના ચેપના ફેલાવાની ગતિ અટકે તે ઉદ્દેશ્યથી રાજ્ય સરકારે લગ્ન, સત્કાર સમારંભ સહિતની ઉજવણીઓમાં 200 લોકોના બદલે માત્ર 100 મહેમાનોને જ હાજર રાખવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. સપ્ટેમ્બરમાં જાહેર અનલોક 5ની ગાઈડલાઈનમાં 200 માણસોની હાજરીમાં સામાજીક, ધાર્મિક, રાજકિય સહિતના કાર્યક્રમોને મંજૂરી આપવાની જાહેરાત કરાઈ હતી.
આ નિયમ મુજબ પોલીસ દ્વારા મંજૂરીઓ આપવામાં પણ આવતી હતી. દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં કોવિડ- 19ના કેસોમાં ઉછાળો નોંધાયો છે. નાગરીકોમાં અવરજવર બંધ થાય અને ચેપનો ફેલાવો અટકે તે ઉદ્દેશ્યથી સરકારે સોમવારે લગ્ન, સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓમાં સ્થળની ક્ષમતાના 50 ટકાથી ઓછા પરંતુ ૧૦૦ વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવા આદેશો બહાર પાડયા છે. અંતિમ વિધિ અને ધાર્મિક વિધિમાં 50 વ્યક્તિઓની મર્યાદા રાખી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
વડોદરા
Advertisement