શોધખોળ કરો
શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવા મુદ્દે શું આપ્યું મોટું નિવેદન? કોણ નિમંત્રણ આપે તો જોડાવાની બતાવી તૈયારી?
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક આગેવાનો મને આવકારવા તૈયાર. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમંત્રણ આપશે તો દિલ્લી જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારી કોઈ શરત નથી.

ફાઇલ ફોટો.
ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શંકરસિંહ બાપુ ફરીથી કોંગ્રેસમાં જોડાવાની અટકળો તેજ બની છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી સાથે શંકરસિંહ વાઘેલાએ બેઠક કરી હોવાની હાલ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અનેક આગેવાનો મને આવકારવા તૈયાર. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આમંત્રણ આપશે તો દિલ્લી જઈશ. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારી કોઈ શરત નથી. જોકે, કોંગ્રેસ તરફથી આવી કોઈ જ પ્રપોઝલ ન આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. શંકરસિંહ વાઘેલાનો કોંગ્રેસમાં ફરી જોડાવાનો તખ્તો તૈયાર થઈ ગયો છે. તેમણે ભરતસિંહ સોલંકી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ભાજપને હરાવવા શંકરસિંહ બાપુએ કોંગ્રેસમાં જોડાવાની ભરતસિંહ સમક્ષ લાગણી વ્યક્ત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે જણાવ્યું હતું કે, આ અંગે શંકરસિંહજી જાતે જ કહી શકે. અમારી પાસે આવી કોઈ માહિતી નથી. શંકરસિંહ કોંગ્રેસમાં આવતા હોય તો તેમનો વિષય છે. લોકશાહીમાં માથા ભેગા કરીને રાજકારણ કરાય.કોંગ્રેસમાં આ અંગે કોઈ ડિમાન્ડ આવી નથી. આવી કોઈ વાત આવશે તો હાઈકમાન્ડ વિચાર કરશે. હાઈકમાન્ડ જે નિર્ણય કરશે તે બધાને માન્ય રહેશે. આવી કોઈ પ્રપોઝલ ગુજરાત કોંગ્રેસ પાસે આવી નથી.
વધુ વાંચો





















