શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના ચાર મહાનગરોમાં ફક્ત આ દુકાનો જ ખોલી શકાશે
રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો કુલ 3071 પર પહોંચ્યો છે. રૂપાણી સરકારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં દુકાનો ખોલવાની મંજૂરી આપી છે ત્યારે રાજ્યના 4 મહાનગરોમાં 3 મે સુધી દુકાનો ચાલુ રહેશે નહીં. સીએમઓના સચિવ અશ્વિની કુમારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે, સરકારે વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ નિર્ણય કર્યો છે કે રાજ્યના 4 મહાનગરો અમદાવાદ,સુરત,વડોદરા અને રાજકોટમાં 3 મે સુધી આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની દુકાનો ખુલશે નહીં. તેમણે કહ્યું કે, જિલ્લાના કમિશ્નર દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે કરી બેઠક કરી આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જિલ્લામાં ફક્ત આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે. નોંધનીય છે કે આ ચાર શહેરો સિવાય અન્ય વિસ્તારોમાં આજથી ધંધા રોજગાર શરૂ કરવા મંજૂરી આપવામાં આવી છે.
અશ્વિની કુમારે કહ્યું કે, કોરોના વાયરસના વધતા સંદર્ભમાં આ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનર અને કલેકટરોએ સંયુકત રીતે નિર્ણય કર્યો છે કે આ ચારેય મહાનગરોમાં ૩ મે સુધી દુકાનો-વ્યવસાયો ચાલુ કરવા દેવાશે નહી. લોકડાઉન દરમિયાન અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોને જ આ મહાનગરોમાં ચાલુ રાખવા દેવામાં આવશે.
તેમણે કહ્યુ કે, રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જીલ્લાઓમાં આજથી ધંધા વ્યવસાયો શરૂ કરવાની છૂટ આપવામાં આવી છે ત્યાં મોલ,મલ્ટી કોમ્પ્લેક્સ ,બાર્બર, હેર સલૂન,બ્યુટી પાર્લર,પાન મસાલાની દુકાનો કે ચાની દુકાનો શરૂ થઈ શકશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
રાજકોટ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion