શોધખોળ કરો
Advertisement
રાજ્યમાં 5 હાઇવેનો વિકાસ કરવામાં આવશે, અમદાવાદ-રાજકોટને 6 લેન કરાશે
ગાંધીનગરઃ રાજ્યમાં જુદા જુદા 5 હાઇવેના વિકાસના કામને મંજૂર કરાવવા માટે રાજ્ય અને કેંદ્ર સરકારના મંત્રીઓ વચ્ચે બેઠક થઇ હતી. આ બેઠકમાં રાજ્યના હાઇવેનો વિકાસ કરવા માટે ચર્ચા થઇ હતી. જેમા સરખેજથી ગાંધીનગર, ભાવનગરથી પીપળી, અમદાવાદથી રાજકોટ, સબારમતી આશ્રમથી દાંડી અને વડોદરાથી મુંબઇના માર્ગોના વિકાસ કરવા અંગે ચર્ચા કરવામાઁ આવી હતી.
આ બેઠકમાં વડોદરા-મુંબઇ એક્સપ્રેસ હાઇવે માટે જમીન સંપાદન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ અમદાવાદ-રાજકોટ વચ્ચેના માર્ગને 6 લેન કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને કેંદ્રીય રાજ્ય મંત્રી મનસુખ માવડીયા વચ્ચે ગાંધીનગર ખાતે યોજાઇ હતી.
રાજ્યમાં રસ્તના વિકાસ થતા વહાન વ્યાહારથી થતા વેપારને વેગ મળશે અને માલ સામાનની આયાત નિકાસને ઝડપી બનશે. રાજ્યના મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા પણ છે તેમજ હાઇવે પર દિનપ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થતો જાય છે ત્યાર સરકાર પાસે તેનો રોડ મેપ છે કે નહી તે મોટો પ્રશ્ન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement