Gandhinagar: બિપરજોય વાવાઝોડા દરમિયાન થયેલા નુકશાન અંગે સહાયની જાહેરાત, જાણો સંપૂર્ણ નાશ પામેલા ઘર અંગે કેટલા રુપિયા ચૂકવશે સરકાર
ગાંધીનગર: બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે.
ગાંધીનગર: બિપરજોય વાવાઝોડામાં થયેલા નુકશાન અંગે રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી છે. કપડા અને ઘરવખરીના નુકશાન માટે સરકાર રૂપિયા 7000 ચુકવશે. સંપૂર્ણ નાશ થયેલ કાચા પાકા મકાન માટે રૂપિયા 1,20,000ની સહાય અપાશે. આંશિક નુકસાન થયેલા પાકા મકાનો માટે રૂપિયા 15000ની સહાય ચૂકવાશે. આંશિક નુકસાન થયેલ કાચા મકાનો માટે રૂપિયા 10,000ની સહાય જાહેર કરવામાં આવી છે. સંપૂર્ણ નાશ થયેલ ઝુંપડા માટે રૂપિયા 10,000 ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે. ઘર સાથેના શેડના નુકસાન માટે રૂપિયા 5000ની સહાય અપાશે. તમામ સહાયમાં SDRF ઉપરાંત રાજ્ય સરકાર પોતાના બજેટમાથી વધારાની રકમ આપશે.
રાજ્ય સરકારે કેસ ડોલ્સ ચૂકવવાની કરી હતી જાહેરાત
પરજોય વાવાઝોડાને કારણે રાજ્યમાં માનવ ખુવારી તો નથી થઈ પરંતુ 92 જેટલા પશુઓના મોત થયા છે. 653 કાચા મકાનો, 66 પાકા મકાનો, 175 ઝૂંપડા, 1 જેટી અવે 24 નાના વાહનોને નુકશાન થયું છે.બિપરજોય વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલ લોકોને કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. પુખ્ત વયના લોકોને 100 જ્યારે બાળકને 60 રૂપિયા પ્રતિદિન કેસ ડોલ્સ ચૂકવવામાં આવશે. રાજ્ય સરકાર 5 દિવસનું કેસ ડોલ્સ ચૂકવશે.
વાવાઝોડામાં સમગ્ર રાજ્યમાં પોલીસકર્મીઓની ખૂબ જ સરાહનીય કામગીરી રહી હતી
રાજ્યમાં બિપરજોય વાવાઝોડાની અસર જોવા મળી હતી. ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. અનેક જિલ્લામાં ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાઓ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. અનેક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાના કારણે રસ્તાઓ બંધ થયા હતા. આ દરમિયાન રાજ્યના પોલીસકર્મીઓ દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. પોલીસકર્મીઓએ બિપરજોય વાવાઝોડા દરમિયાન ખૂબ જ સરસ કામગીરી કરી હતી. પોલીસકર્મીઓ અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થતા રસ્તો બંધ થયા તેને જાતે જ કામ કરી રસ્તાઓને ફરી ચાલુ કરાવ્યા હતા. પોલીસકર્મીઓની આ ખૂબ જ સરસ કામગીરીની તસવીરો પણ સામે આવી હતી.