શોધખોળ કરો

પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા ગુજરાત સરકારની અનોખી પહેલ, પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘AATITHYAM’ ડેશબોર્ડ કર્યું લોન્ચ

ગાંધીનગર: પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવતર પહેલ કરી છે. સ્થાનિક –આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: પ્રવાસન ક્ષેત્રને વધુ વેગ આપવા ગુજરાત સરકારે નવતર પહેલ કરી છે. સ્થાનિક –આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.  પ્રવાસન ક્ષેત્રના વિકાસ થકી વધુ રોજગારી ઉપલબ્ધ કરાવવા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રિયલ ટાઈમ ડેટા માટે ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ કરનાર ગુજરાત એ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે તેમ, આજે ગાંધીનગરથી ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું લોન્ચિંગ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, પ્રવાસનના ક્ષેત્રમાં ગુજરાતે ખૂબ ઊંચી ઉડાન ભરી છે, આજથી ૨૦ વર્ષ પહેલાં ભારતના પ્રવાસનના નકશામાં ગુજરાતનું ક્યાંય નામો-નિશાન નહોતું ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી છે જેના પરિણામ સ્વરૂપે આજે વિશ્વભરમાં ગુજરાત પ્રવાસન ક્ષેત્રે મૈત્રી પૂર્ણ રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. પીએમ મોદીએ પ્રવાસનને એક મિશન મોડ તરીકે લેવા કરેલા અનુરોધના ભાગરૂપે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ વર્ષે ૨૦૨૩-૨૪ના ગુજરાત બજેટમાં પ્રવાસન ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે અત્યાર સુધીમાં સૌથી વધુ રૂ. ૨,૦૭૭ કરોડની જોગવાઈ એટલે કે ગત વર્ષ કરતા પ્રવાસન બજેટમાં ૩૪૬ ટકાનો વધારો કર્યો છે. 

પ્રવાસન મંત્રીએ જણાવ્યું હતું કે, ‘આતિથ્યમ’ ડેશબોર્ડમાં રાજ્યના વિવિધ જિલ્લાઓ, પ્રવાસન સ્થળોની કેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી તેની માહિતી પણ એકત્ર થશે એટલું જ નહિ, ડેશબોર્ડના માધ્યમથી પ્રવાસીઓની ઉંમર, ઘરેલુ કે આંતરરાષ્ટ્રીય પ્રવાસી, પ્રવાસનો હેતુ, કેટલા દિવસ કે રાત્રિ રોકાણ કર્યું તેની વિગતો પણ ઉપલબ્ધ થશે. સચોટ આંકડાકીય વિગતો પ્રાપ્ત થવાને પરિણામે પ્રવાસન સ્થળોને વધુ વિકસિત કરવા માટે વિવિધ પ્રકારની યોજના, પ્રવાસી સુવિધાઓ વિકસાવવા તેમજ પ્રોજેક્ટ નિર્ધારિત કરવામાં ગુજરાત સરકારને વધુ સરળતા રહેશે. ગુજરાતના GSDPમાં પ્રવાસન ક્ષેત્રના યોગદાન વિશે ચોક્કસ માહિતી પણ પ્રાપ્ત થશે. 

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, ‘ગુજરાત’ ચાર અક્ષરનો આ શબ્દ આજે વિકાસનાં નકશામાં કંઈક અલગ ભાત પાડી રહ્યો છે. ગુજરાતની શ્રેષ્ઠતા, ગુજરાતનું ગૌરવ અને ગુજરાતનો વિકાસ આ ત્રિવેણી સંગમ ગુજરાતની ગરિમાની આગવી ઓળખ છે. ગુજરાતે ટુરિઝમ સેક્ટરમાં અનેક નવી પહેલ કરી છે. ટુરિઝમ પોલિસી અને હેરિટેજ ટુરિઝમ પોલિસીનો નવો કન્સેપ્ટ ગુજરાતે દેશને આપ્યો છે એટલું જ નહિ, હોમ સ્ટે પોલિસી દ્વારા ગ્રામ્યવિસ્તારમાં રોજગારીની તકોમાં વધારો થયો છે. ટુરિઝમ સેક્ટરે રાજ્યની અર્થવ્યવસ્થાને નવું બળ પૂરું પાડ્યું છે. ગુજરાત સરકાર ‘વોકલ ફોર લોકલ’ અંતર્ગત વણ ખેડાયેલા પ્રવાસન ધામોને વિકસાવી રોજગારીની વિપુલ તકો ઉભી કરી રહી છે તેમ જણાવી મંત્રીએ નવીન ડેશબોર્ડ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા. 

કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ રાકેશ વર્માએ ઇ-માધ્યમથી સંબોધન કરતા પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા આ પ્રકારના ડેટા એકત્રિત કરતા ડેશબોર્ડના નિર્માણ બદલ  સૌને અભિનંદન પાઠવ્યા હતા. આ રિયલ ટાઈમ ડેટા થકી પ્રવાસન ઉદ્યોગના વિકાસની સાથે પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પહેલ અન્ય રાજ્યો માટે રોલ મોડલ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ટીસીજીએલના એમડી અને કમિશનરશ્રી આલોક પાંડેએ ‘આતિથ્યમ’ ડેશબોર્ડનું વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કરતાં કહ્યું હતું કે, ‘AATITHYAM’ એટલે Aggregate of Accessible Tourist Information on Tourism & Hospitality of Yatra And their Memories . જેમાં ગુજરાતના વિવિધ ૧૫ વિભાગોના સહયોગથી ડેશબોર્ડ માટે પ્રવાસન સંબંધિત ડેટા એકત્રિત કરાશે. હાલમાં આ ડેશબોર્ડમાં ગુજરાતના ૧૦૯ પ્રવાસન સ્થળોની વિગતોનો સમાવેશ થાય છે જેમાં વધારો કરીને ૨૦૦ સુધી લઇ જવાશે. આ લોન્ચિંગ કાર્યક્રમ પ્રસંગે ગાંધીનગર ખાતે પ્રવાસનના ઉચ્ચ અધિકારીઓ તેમજ વિવિધ જિલ્લામાંથી કલેકટરઓ, મ્યુનિસિપલ કમિશનરઓ, જિલ્લા પોલીસ અધિકારીઓ, રાજ્યના વિવિધ ટુરિઝમ એસોસિએશનના પ્રતિનિધિઓ ઓનલાઈન માધ્યમથી સહભાગી થયા હતા.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Zakir Hussain Death : પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું 73 વર્ષની વયે નિધનHun To Bolish : હું તો બોલીશ : કોણ બગાડે, કોણ સુધારે?Hun To Bolish : હું તો બોલીશ  : ધારાસભ્યો સામે અસંતોષ કેમ?Fake ED Raid : AAPને છંછેડનારી ભાજપની તમામ પોલો ખૂલ્લી પાડીશુંઃ ઇસુદાન ગઢવી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
પ્રખ્યાત તબલા વાદક જાકિર હુસૈને દુનિયાને કહ્યું અલવિદા, 73 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
SMAT 2024 Final: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇ ચેમ્પિયન, ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું
નવા વર્ષ પર નવી ઓફર,  Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
નવા વર્ષ પર નવી ઓફર, Jio અને Airtel એ લોન્ચ કર્યા પ્લાન, ગ્રાહકોને મોજ
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
Women's Junior Asia Cup 2024: ભારતે જીત્યો એશિયા કપ, ફાઇનલમાં ચીનને હરાવ્યું, દીકરીઓએ લહેરાવ્યો તિરંગો
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું  રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
શિયાળામાં વોટર હીટરથી ગરમ કરો છો પાણી, તો આ બાબતોનું રાખો ધ્યાન, નહી તો થશે દુર્ઘટના
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
Brain: ભૂખ લાગવા પર મગજ કેમ કામ કરતું નથી, 99 ટકા લોકો નથી જાણતા જવાબ
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
WPL 2025 Auction: 16 વર્ષની ક્રિકેટર કમલિની બની કરોડપતિ, મહિલા પ્રીમિયર લીગની પાંચ ટીમોએ ખરીદી 19 ખેલાડી
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
paracetamol: પેરાસિટામોલના ઉપયોગથી શરીરના આ અંગો પર થાય છે ખરાબ અસર, સ્ટડીમાં ખુલાસો
Embed widget