Gujarat New CM: નવા મુખ્યમંત્રીના નામને લઇને સટ્ટાબજાર ગરમ, બુકી બજારમાં કોના નામ પર લાગી રહ્યો છે સટ્ટો?
રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે.
ગાંધીનગરઃ રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઇને રાજકોટથી જ બૂકી બજારમાં શોખથી સટ્ટો શરૂ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપતા નવા મુખ્યમંત્રી કોણ હશે. તેનો સટ્ટો રમવા અને રમાડવા માટે બુકી બજાર સક્રિય થયું છે. મુખ્યમંત્રી પદ માટે ચાર- પાંચ નામો હાલ ચાલી રહ્યા છે અથવા તો કોઈ નવું નામ આવે તો તેના પર પાંચ લાખ રૂપિયાના સટ્ટાનો ડબ્બો બુક થઈ ગયો છે. બુકી બજારના સૂત્રોના મતે આગામી મુખ્યમંત્રી પટેલ હશે તે લગભગ નિશ્ચિત છે. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત નીતિન પટેલ, ગોરધન ઝડફિયાના નામ સપાટી પર છે.
મુખ્યમંત્રી પદ માટે ચાર- પાંચ નામો હાલ ચાલી રહ્યા છે અથવા તો કોઈ નવું નામ આવે તો તેના પર પાંચ લાખ રૂપિયાના સટ્ટાનો ડબ્બો બુક થઈ ગયો છે. બુકી બજારના સૂત્રોના મતે આગામી મુખ્યમંત્રી પટેલ હશે તે લગભગ નિશ્ચિત છે. કેંદ્રીય મંત્રી મનસુખ માંડવિયા ઉપરાંત નીતિન પટેલ, ગોરધન ઝડફિયાના નામ સપાટી પર છે. તો અણધાર્યું નામ આવવાની સંભાવનાએ ભીખુભાઈ દલસાણિયાના નામે પણ બુકીંગ થઈ રહ્યાનું બુકી બજાર કહે છે.
નોંધનીય છે કે રાજ્યના નવા મુખ્યમંત્રીના નામ પર આજે મહોર લાગશે. આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી નામ પર ચર્ચા કરવામાં આવશે. તો રાજ્યના નવા મુખ્યમંત્રી માટે ભાજપે નરેંદ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની નિરીક્ષક તરીકે નિમણૂક કરી છે. નોંધનીય છે કે ગઇકાલે વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ તેમણે પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું ભારતીય જનતા પાર્ટીનો આભાર માનું છું. મારી જેવા નાના કાર્યકરને મુખ્યમંત્રી જેવી મોટી જવાબદારી આપી. ગુજરાતના વિકાસની યાત્રામાં 5 વર્ષમાં મને જે અવસર મળ્યો તે માટે હું પ્રધાનમંત્રીનો આભારી છું. મેં મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે.