'રામ મંદિરનું નિર્માણ રાહુલ ગાંધીના ગાલ પર તમાચા સમાન', જાણો ભાજપના ક્યા દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન?
ભાજપની સંયુક્ત મોરચા કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ હોદ્દેદારોને સલાહ આપી હતી.
ગાંધીનગરઃ ભાજપની સંયુક્ત મોરચા કારોબારીમાં રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ હોદ્દેદારોને સલાહ આપી હતી. વિનોદ તાવડેએ હોદ્દેદારોને સલાહ આપી હતી કે તેઓ લોકસંપર્ક દરમિયાન રામ મંદિરનો મુદ્દો નાગરિકો સુધી પહોંચાડે.
લોકસંપર્ક દરમિયાન રામ મંદિરનો મુદ્દો નાગરિકો સુધી પહોંચાડવાની સલાહ ભાજપના હોદ્દેદારોને સલાહ આપવામાં આવી છે. વિનોદ તાવડેએ કહ્યું હતું કે જાન્યુઆરી સુધીમાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થઇ જશે. રામ મંદિરનું નિર્માણ રાહુલ ગાંધીના ગાલ પર તમાચા સમાન છે. લોકોને કહેજો મોદીની છાતી 56 ઈંચની છે. મોદીએ આતંકીઓનો સફાયો કરી નાંખ્યો છે. મોદી નહેરૂની જેમ માત્ર કબૂતર ઉડાવવા માનતા નથી.
રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડેએ હોદ્દેદારોને સલાહ આપી હતી કે તેઓ લોકો વચ્ચે જઈને રામ મંદિરના નિર્માણની વાત કરે. રામ મંદિરનું નિર્માણ રાહુલ ગાંધીના ગાલ પર તમાચો છે તે સમજાવવા સલાહ આપી હતી. રાહુલ ગાંધી કહેતા હતા મંદિર વહી બનાયેંગે તારીખ નહિ બતાયેંગે. લોકોને કહેજો રામ મંદિરનું કાર્ય જાન્યુઆરીમાં પૂર્ણ થઈ જશે. પહેલા અનેક આતંકી હુમલા થયા પણ આતંકી ઉપર વાર થયા ન હતા. એક પુલવામા થયો અને મોદીએ આતંકીઓનો સફાયો કરી નાખ્યો. લોકોને જઈને કહેજો કે મોદી એન્ટી મુસ્લિમ નથી.
તાવડેએ કહ્યું હતું કે ભાજપનો દરેક કાર્યકર 30 દિવસ લોકો વચ્ચે જશે. મોદી સરકારે લોકો માટે શું કર્યું છે તે સંવાદ કાર્યકર લોકો સાથે કરશે. કેન્દ્રીય અને રાજ્યના મોટા નેતાઓ પણ લોકો વચ્ચે જશે. વિવિધ યોજનાઓના લાભાર્થીઓ અને સામાન્ય લોકો સાથે સંવાદ કરશે. 9 વર્ષની ઉજવણીના બદલે સંવાદ કરવાનું નક્કી કર્યું છે.
લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં અહીં આવ્યો ભાજપમાં ભૂકંપ, જિલ્લાના ત્રણ મોટા નેતાએ ધરી દીધુ અચાનક રાજીનામુ, જાણો વિગતે
Chhota Udaipur: જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ પોતાના સોગઠા ગોઠવવામાં વ્યસ્ત બન્યા છે, પરંતુ આ બધાની વચ્ચે હવે એક મોટા સમાચાર સામ આવ્યા છે. ગુજરાતમાં છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં ભૂકંપ આવ્યો છે, અહીં ત્રણ નેતાઓએ અચાનક રાજીનામા ધરી દીધા છે, આ પછી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.
માહિતી પ્રમાણે, છોટા ઉદેપુર જિલ્લામાં ભાજપમાં આંતરિક ઝઘડો સામે આવ્યો છે, ક્વાંટ તાલુકા પ્રમુખે રાજીનામું આપી દીધુ છે, આ સાથે જ 2 મહામંત્રીઓએ પણ પોતાના પદ પરથી રાજીનામું ધરી દીધુ છે. રાજીનામું અપનારાઓમાં પ્રમુખ રાઠવા રમણસિંહભાઈ, મહામંત્રી રાઠવા જીકેશભાઈ, મહામંત્રી રાજપૂત મહેન્દ્રસિંહે છે. કવાંટ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ અને બે મહામંત્રીઓ એકાએક રાજીનામુ આપતા પક્ષમાં ચર્ચાઓનો દોર શરૂ ગયો છે. જોકે આ રાજીનામું જિલ્લા ભાજપની સૂચના બાદ આપવામાં આવ્યુ હતુ