ગુજરાતમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સ્ટેટ મોનિટરિંગ સેલે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર
ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો. આ નંબર પર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી આપી શકાશે
ગાંધીનગર: રાજ્યમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા માટે સરકારે મોટું પગલું ભર્યું છે. આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે. 14405 નંબર પર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ બાબતે માહિતી આપી શકાશે. અગાઉ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વોટસ એપ નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
સ્ટેટ મોનીટરીંગ સેલની ચાંપતી નજર ચોમેર ફરે છે
— SMC Gujarat (@smcgujarat) April 18, 2022
તમે પણ નિર્ભયપણે તમારી આસપાસની કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃતિ ની માહિતી આપી શકો છો
હેલ્પ લાઇન : 14405
વોટ્સએપ : 9978934444#StateMonitoringCell #GujaratPolice #SayNoToAlcohol #Gujarat #ahmedabad #SMC #Surat #Baroda #Rajkot #call14405 pic.twitter.com/YP76bmvEt3
વડોદરામાં જૂથ અથડામણ, 400 થી 500 લોકોના ટોળાએ લોકોને પકડી પકડીને માર્યા
વડોદરા: રાવપુરાના કોઠી પોડ પાસેના રાવળ મહોલ્લા ખાતે પથ્થરમારો થયો છે. આ મામલે 22 લોકોની અટકાયત કરવામાં આવી છે. પથ્થરમારાની સાતે સાથે રીક્ષા, બાઇક, લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી. પરિસ્થિતિ વધુ ઉગ્ર ન બને તે માટે હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે. આ ઉપરાંત અનેક સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પથ્થરમારાની ઘટના બાદ લોકોમાં ગભરાટ ફેલાયો છે. આ અંગે સ્થાનિક લોકોએ કહ્યું કે, રાત્રે લાકડીઓ, પાઇપો, તલવાર લઈને લોકો આવ્યા હતા.
આ અંગે વિગતે વાત કરીએ તો વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે કોમના જૂથ વચ્ચે અથડામણ થઈ છે. બે બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ જૂથ અથડામણ થઈ હતી. એક કોમના ટોળાએ કોઠીપોળની સાંઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી. ત્યાર બાદ તલવારધારી ટોળાએ ભારે પથ્થરમારો કર્યો. 10 થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરી હતી જેમા 4 વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે રાત્રે જ સાંઈબાબાની નવી મૂર્તિની સ્થાપના કરાવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા પોલીસ કમિશનર સહિતના કાફલાએ વિસ્તાર કોર્ડન કરી મામલો શાંત પાડયો હતો. રાવપુરા ટાવર રોડ પર 400 થી 500 લોકો ધસી આવ્યા હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત વાહનચાલકોને રોકી રોકીને માર્યા હોવાની માહિતી મળી છે.
એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત, પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત
રાજકોટ: જસદણની એકલવ્ય સ્કૂલની વાનનો અકસ્માત થયો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને હનુમાન ખારચીયા ગામ વચ્ચે આ અકસ્માત થયો છે. સ્કૂલ વાન અને ફોરવ્હીલર વચ્ચે થયો અકસ્માત થયો છે. આ અકસ્માતમાં પાંચમાં ધોરણના વિદ્યાર્થીનું મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે સ્કૂલ વાનમાં ત્રણ વિદ્યાર્થીઓ સવાર હતા. જ્યારે સામેની કારના પણ 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે.