(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar: ટોકિયોના ગવર્નરે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત, જાણો ગુજરાતની કઈ વાતથી થયા પ્રભાવિત
ગાંધીનગર: ટોકિયોના ગવર્નર યુરિકો કોઈકેએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકતની કેટલીક તસવીરો પણ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ટોકિયોના ગવર્નર યુરિકો કોઈકેએ સીએમ સાથે બેઠક કરી હતી.
ગાંધીનગર: ટોકિયોના ગવર્નર યુરિકો કોઈકેએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકતની કેટલીક તસવીરો પણ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે ટોકિયોના ગવર્નર યુરિકો કોઈકેએ સીએમ સાથે બેઠક કરી હતી.
G20ની વિવિધ બેઠકોનાં કરેલા સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યાં
ભારતની પ્રેસિડેન્સીમાં યોજાઈ રહેલી G20 સમિટ અંતર્ગત ગુજરાતમાં આયોજિત U20ની મેયોરલ સમિટમાં સહભાગી થવા ટોકિયોના ગવર્નર ગુજરાત આવેલા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરેલી મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાતે U20 સમિત સહિત G20ની વિવિધ બેઠકોનાં કરેલા સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યાં હતા.
ગુજરાતમાં G20 અંતર્ગત આયોજિત U20 મેયરલ સમિટમાં સહભાગી થવા પધારેલ ટોકિયોના ગવર્નર સુશ્રી યુરિકો કોઈકે સાથે ગાંધીનગર ખાતે મુલાકાત કરી.
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 7, 2023
તેમની સાથે ક્લાયમેટ ચેન્જ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ, રિન્યુએબલ એનર્જી તથા અર્બન ફોરેસ્ટ્રી સહિતના સેકટર્સની બેસ્ટ પ્રેક્ટિસીસ અંગે ચર્ચા કરી.… pic.twitter.com/tSwgjlfy10
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતથી જ જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહ્યું છે તેના પરિણામે પારસ્પરિક સંબંધો વધુ દૃઢ બન્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. વાયબ્રન્ટ સમિટની ૨૦૨૪માં યોજાનારી ૧૦મી સીરીઝમાં પણ જાપાન જોડાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીએ દર્શાવી હતી.
આ વાતથી ટોકિયોના ગવર્નર પ્રભાવિત થયા
ગુજરાતે U20ની મેયોરલ સમિટ સહિતની બેઠકોના કરેલા સફળ આયોજનથી ટોકિયોના ગવર્નર પ્રભાવિત થયા હતા. વાયબ્રન્ટ સમિટની સિરીઝમાં જાપાનની સતત સહભાગીતાથી ગુજરાત-જાપાન સંબંધો વધુ સુદૃઢ બન્યાં છે. ક્લાયમેટ ચેન્જ, મલ્ટીમોડલ ટ્રાન્સ્પોર્ટ, ગિફ્ટસિટીની પેટર્ન પર જાપાનમાં નિર્માણાધીન સુશી ટેક સીટી અંગે પરામર્શ થયો હતો.
આ મુલાકાત બેઠક દરમિયાન ક્લાઈમેટ ચેન્જ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ, રિન્યુએબલ એનર્જી સેક્ટર તથા અર્બન ફોરેસ્ટ્રી અંગે પરસ્પરની બેસ્ટ પ્રેક્ટિસીસ વિશે પણ વિમર્શ થયો હતો. ગુજરાતમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની પેટર્ન પર જાપાનમાં ટોકિયો નજીક સસ્ટેઈનેબલ હાઈટેક સિટી–SUSHIનું નિર્માણ થઈ રહ્યું છે તેની પણ વિગતો ટોકિયો ગવર્નરએ આપી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, એસ. જે. હૈદર, તેમજ વરિષ્ઠ અગ્ર સચિવો જોડાયાં હતાં.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial