શોધખોળ કરો
Advertisement
રૂપાણી સરકાર ટ્યુશન ક્લાસ સંચાલકો પર રીઝી, જાણો ક્યારથી ક્લાસ શરૂ કરવાની આપી મંજૂરી ? ક્યા નિયમો પાળવા પડશે ?
ગઇ ૧૧મી જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ.૧૦ અને ૧૨ની શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણના છેલ્લા વર્ષનું ફિઝિકલ શિક્ષણ શરૂ કરવા રાજ્ય સરકારની મંજૂરી મળી ચૂકી છે.
ગાંધીનગરઃ આજે ગુજરાત સરકારની કેબિનેટ બેઠક મળી હતી જેમાં શિક્ષણ કાર્યને લઈને અનેક મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. જેમાં એક મહત્ત્વનો નિર્ણય ટ્યૂશન ક્લાસિસને લઈને કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે રાજ્યમાં આગામી 1લી ફેબ્રુઆરીથી ટ્યૂશન ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે.
રાજ્ય સરકારના નિર્ણયની જાણકારી આપતા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12ના ટ્યૂશન ક્લાસિસ શરૂ કરી શકાશે.
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટના ટયુશન ક્લાસીસના સંચાલકો સાથે પણ શિક્ષણમંત્રીની બેઠક થઇ હતી. જેમાં ક્લાસીસ સંચાલકોને ખાતરી આપી હતી કે, ટુંક સમયમાં ક્લાસીસ શરૂ કરવા અંગેની પણ લીલીઝંડી અપાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે ગઇ ૧૧મી જાન્યુઆરીથી ગુજરાતમાં ધોરણ.૧૦ અને ૧૨ની શાળાઓમાં અને ઉચ્ચ શિક્ષણના છેલ્લા વર્ષનું ફિઝિકલ શિક્ષણ શરૂ કરવા રાજ્ય સરકારની મંજૂરી મળી ચૂકી છે. હાલ ૮૦ ટકા કરતાં પણ વધુ સ્કૂલોમાં ધોરણ.૧૦ અને ૧૨નું ફિઝિકલ શિક્ષણકાર્ય શરૂ થઈ ગયું છે અને ૫૦ ટકા કરતાં વધુ વિદ્યાર્થીઓની હાજરી થઇ રહી છે. જોકે હવે આગામી ટુંક સમયમાં ધોરણ.૯ અને ૧૧માં પણ ફિઝિકલ શિક્ષણનો પ્રારંભ થશે. કોરોના કાળમાં બંધ પડેલા ધો.૯-૧૧ના વર્ગો શરૂ કરવા આગામી ૨૭મી ના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.
રાજ્યના શિક્ષણમંત્રીએ રાજ્યમાં ટ્યૂશન કલાસીસ શૂર કરવા માટે સંચાલકો પણ મળ્યા હતા અને બેઠક પણ કરી છે. જે પ્રમાણે હવે ટુંક સમયમાં ખાનગી કલાસીસ શરૂ કરવાની હૈયા ધારણા આપી હોવાનું કલાસીસ સંચાલકોએ જણાવ્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement