શોધખોળ કરો
ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
અમિત શાહ સોમવારે સવારે અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરના રેપિડ એક્શન ફોર્સના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે
![ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ Union home minister Amit Shah to visit Gujarat on September 29 ગૃહમંત્રી અમિત શાહ આજે આવશે ગુજરાત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/29072227/1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગૃહમંત્રી અમિત શાહ આજે રાત્રે ગુજરાત મુલાકાતે આવશે. સોમવારે પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો નામાંકન પત્રો ભરવાના છે તે અગાઉ તેઓ અમિત શાહને મળે તેવી સંભાવનાઓ છે. 6 બેઠકોના ઉમેદવારોના નામ પણ આવતીકાલે જાહેર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. મળતી જાણકારી અનુસાર, અમિત શાહ સોમવારે સવારે અમદાવાદના વસ્ત્રાલ રીંગ રોડ પરના રેપિડ એક્શન ફોર્સના 27મા સ્થાપના દિવસની ઉજવણીમાં ભાગ લેશે. બાદમાં તેઓ સાબરમતી ધારાસભ્ય અરવિંદ પટેલના કાર્યાલયના ઉદ્ધાટન માટે વાડજ વિસ્તારમાં યોજાનારા સમારોહમાં હાજરી આપશે.
ત્યારબાદ અમિત શાહ મોડી સાંજે 8 કલાકે તેમના માદરે વતન માણસા ખાતે નવરાત્રી કાર્યક્રમ દરમિયાન આયોજિત મહાપૂજા અને મહાઆરતીમાં સહ પરિવાર ઉપસ્થિત રહેશે. અમિત શાહ તેમના કુળદેવી બહુચર માતાના દર્શન કરવા સહ પરિવાર બહુચરાજી જાય તેમ મનાઈ રહ્યું છે. અમિત શાહ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભાજપના પ્રદેશ અગ્રણીઓ સાથે છ વિધાનસભાની ખાલી બેઠકોની પેટા ચૂંટણીનું માર્ગદર્શન આપશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)