Vibrant Gujarat Summit: PM નરેન્દ્ર મોદી વાઇબ્રન્ટ સમિટનું કરશે ઉદ્ધાટન, 34 દેશ અને 16 સંસ્થાઓ થશે સામેલ
Vibrant Gujarat Global Summit 2024:આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.
Vibrant Gujarat Global Summit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટનું ઉદ્ઘાટન કરશે. 10મી ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ વર્ષની વાઇબ્રન્ટ સમિટની થીમ ગેટવે ટુ ધ ફ્યુચર છે. સમિટમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લેશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 9.45 વાગ્યે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ લેશે. પીએમ મોદીએ કહ્યું કે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આત્મનિર્ભર ભારત માટે સમૃદ્ધ ગુજરાતના વિઝન સાથે નવી ઊંચાઈઓ હાંસલ કરવાનું ચાલુ રાખશે. ગુજરાતના સીએમએ કહ્યું હતું કે સમિટ એ આપણા વડા પ્રધાનના વિઝન મુજબ વિકાસ અને સામાજિક-આર્થિક વૃદ્ધિ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં 4 દેશના રાષ્ટ્રપ્રમુખની સાથે 200 કંપનીઓના સીઇઓ આવશે. જેમાં 75 જેટલા સીઇઓ ગ્લોબલ કંપનીઓના પણ આવશે.
મહાત્મા મંદિર ખાતે વિદેશી મહેમાનો અને વિવિધ રાષ્ટ્રના વડાઓ સાથે ફોટોશૂટ યોજાશે. મહાત્મા મંદિરમાં PM મોદી ચેક રિપબ્લિકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા કરશે. વિવિધ રાષ્ટ્રના વડાઓ અને વિદેશી મહેમાનો સાથે PM મોદી ભોજન કરશે. આવતીકાલે પણ PM મોદી ગ્લોબલ CEO સાથે બેઠક કરશે અને ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. ગિફ્ટ સિટીમાં ગ્લોબલ ફિંટેક લીડરશિપ ફોરમ સાથે PM મોદી સંવાદ કરશે . ગિફ્ટ સિટીથી PM મોદી સીધા અમદાવાદ એરપોર્ટ અને ત્યાંથી દિલ્હી જવા રવાના થશે
10 જાન્યુઆરીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
9 કલાકે રાજભવનથી PM મોદી મહાત્મા મંદિર જવા નીકળશે
9:10 કલાકે PM મોદી મહાત્મા મંદિર પહોંચશે
9:15 થી 9:35 કલાક દરમિયાન 3 ગ્રુપ ફોટોગ્રાફ સેશન
9:40થી 12:15 કલાક દરમિયાન 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદઘાટન કરશે PM
12: 15થી 1: 40 દરમિયાન મહાનુભાવો સાથે PM મોદી ભોજન કરશે
1:40થી 1:50 દરમિયાન અધિકારીઓ સાથે બ્રિફિંગ
1:50થી 2:20 ચેક રિ પબ્લીકના પ્રધાનમંત્રી સાથે મંત્રણા
2:30થી 2:45 ગ્લોબલ સીઇઓ સાથે PM મોદી કરશે બેઠક
2:45થી 4:45 કલાકનો સમય અનામત રખાયો છે
4:50 કલાકે ગિફ્ટ સિટી જવા રવાના
5:10 કલાકે PM મોદી ગિફ્ટ સિટીમાં પહોંચશે
5:15થી 6:45 કલાક દરમિયાન ગ્લોબલ ફિંટેલ લીડરશિપ ફોરમના કાર્યક્રમમાં હાજરી આપશે
6:50 કલાકે ગિફ્ટ સિટીથી PM મોદી એરપોર્ટ જવા નીકળશે
7:15 કલાકે PM મોદી અમદાવાદ એરપોર્ટ પહોંચશે
7:20 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદથી દિલ્હી કવા રવાના થશે
8:45 કલાકે PM મોદી દિલ્હી પહોંચશે