શોધખોળ કરો
રાજકોટના મ્યુનિ. કમિશનરની બદલીઃ નહેરાને ક્યાં મુકાયા? જાણો વિગત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે મોડી રાત્રે સપાટો બોલાવીને રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી તેમાં સુરત, રાજકોટ. જામનગર અને જૂનાગઢના મ્યુનિસિપલ કમિશ્નરોનો પણ સમાવેશ થાય છે. રૂપાણીએ આપેલા આ આદેશમાં આ રાજકોટ શહેરના મ્યુનિસિપલ કમિશ્નરને ક્યાં મૂકવામાં આવ્યા છે અને તેમના સ્થાને કોને મૂકવામાં આવ્યા છે તેની વિગતો નીચે પ્રમાણે છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાની બદલી કરી તેમને ગુજરાત સરકારમાં સેક્રેટરી (હાઉસિંગ એન્ડ નિર્મલ ગુજરાત), અર્બન ડેવલપમેન્ટ તથા અર્બન હાઉસિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી બનાવાયા છે. અગાઉ આ હોદ્દો પંકજ કુમાર પાસે હતો.
વધુ વાંચો






















