શોધખોળ કરો
C.R. પાટીલ કોરોનાની સારવાર લઈને થઈ ગયા સાજા, જાણો ક્યારે તેમને અપાશે રજા
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં પાટીલ કોરોનામુક્ત થયા છે. લે મંગળવારે સાંજે ટ્વિટ કરીને પોતાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાનું જાહેર કર્યુ

ગાંધીનગરઃ ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કોરોના રીપોર્ટ નેગેટિવ આવતાં પાટીલ કોરોનામુક્ત થયા છે. પાટીલે મંગળવારે સાંજે ટ્વિટ કરીને પોતાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યાનું જાહેર કર્યુ હતુ. પાટીલે જાહેરાત કરી છે કે, આજે એટલે કે બુધવારે તેમને હોસ્પિટલમાંથી રજા મળશે. પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલ એક અઠવાડિયાથી ગાંધીનગરની એપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. બુધવારે તેમને ડિસ્ચાર્જ કરવામાં આવશે. પાટીલે ટ્વિટ કરીને શુભેચ્છકોનો આભાર માન્યો હતો.
વધુ વાંચો





















