શોધખોળ કરો
Advertisement
વરસાદને લઈને હવામાન વિભાગે કરી શું કરી મોટી આગાહી? કઈ તારીખે કઈ જગ્યાએ પડી શકે છે ગાજવીજ સાથે વરસાદ? જાણો વિગત
આજે અને આવતીકાલથી શરૂ થતાં અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.
અમદાવાદઃ શનિવારે અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યા બાદ આજે અને કાલથી શરૂ થઈ રહેલા અઠવાડિયા દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
આજે અને આવતીકાલથી શરૂ થતાં અઠવાડિયા દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં ઠેર-ઠેર સામાન્યથી ગાજવીજ સાથે વરસાદ થશે તેવું હવામાન વિભાગનું માનવું છે.
સોમવારે પણ હળવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના અમદાવાદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, પાટણ, મહેસાણા, વલસાડ, નવસારી અને દમણમાં વ્યક્ત કરવામાં આવી છે. આ તરફ સૌરાષ્ટ્ર-કચ્છના ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, ભાવનગર, કચ્છ અને દીવમાં વરસાદ પડે તેવી સંભાવના છે.
20 અને 21મી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં છૂટો-છવાયો વરસાદ થાયે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર વરસાદી સિસ્ટમ હજુ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગુજરાતમાં છુટોછવાયો વરસાદ ચાલુ રહેવાની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement