શોધખોળ કરો
Advertisement
C.R. પાટીલના ફરમાન પછી મંગળવારે રૂપાણી સરકારના ક્યા મંત્રીએ કમલમમાં બેસીને કાર્યકરોની ફરિયાદો સાંભળવી પડશે?
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનોને ગુજરાત ભાજપના મુખ્યમથક કમલમ્ ખાતે બેસવા આદેશ આપ્યો છે.
ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલે ગુજરાતની વિજય રૂપાણી સરકારના પ્રધાનોને ગુજરાત ભાજપના મુખ્યમથક કમલમ્ ખાતે બેસવા આદેશ આપ્યો છે. આ આદેશના પગલે રાજ્યના મહેસૂલ મંત્રી કૌશિક પટેલે સોમવારે કમલમમાં હાજરી આપીને કાર્યકરોની ફરિયાદો સાંભળી હતી.
હવે મંગળવારે કૃષિ અને પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર કમલમ પર કાર્યકરોના પ્રશ્નોની વિગતો જાણીને ઉકેલ લાવવા પ્રયાસ કરશે. જયદ્રથસિંહ પરમાર કૃષિ અને પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી છે જ્યારે પર્યાવરણ વિભાગનો સ્વતંત્ર હવાલો તેમની પાસે છે.
પાટીલના આદેશના આધારે અત્યારે સોમવાર અને મંગળવારે બે દિવસ મંત્રીઓ કાર્યકરોની રજૂઆતો સાંભળે એવો કાર્યક્રમ નક્કી કરાયો છે. આ કાર્યક્રમ પ્રમાણે કમલમમાંથી દર સપ્તાહે બે મંત્રીઓને બોલાવવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ટેકનોલોજી
Advertisement