શોધખોળ કરો

ભાજપમાંથી રાજીનામા આપનારા સાંસદ વસાવાને મનાવવા પાટીલે મોડી રાતે કોને વસાવાના ઘરે દોડાવ્યા? બંધ બારણે શું થઈ ચર્ચા?

ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા.

ગાંધીનગરઃ ભરુચના સાંસદ મનસુખ વસાવાએ ગઈકાલે ભાજપમાંથી રાજીનામુ આપ્યા બાદ મોડી રાત સુધી તેમના નિવાસસ્થાને બેઠકોનો ધમધમાટ થયો હતો. ગઈ કાલે સાંસદ વસાવાના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમને મળવા પહોંચ્યા હતા. તેમજ તેમની સાથે બંધબારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જિલ્લા પ્રભારી સતીષ પટેલ પણ જોડાયા હતા. ભરતસિંહને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે વસાવાને મનાવવા દોડાવ્યા હોવાનું મનાય છે. બેઠક બાદ ભરતસિંહે કહ્યું, મનસુખભાઇ સાથે જૂનો સંબંધ છે. ભાજપના અમે સાથે કામ કર્યું છે. એમની પ્રકૃતિને ઓળખું છું. નખશિખ પ્રામાણિક કામ કરે છે. કાર્યકર્તા માટે ઉદાહરણ રૂપ કામગીરી કરી છે. તેમની સાથે ચર્ચા થઈ છે. મારી તો શુભેચ્છા મુલાકાત હતી. પાર્ટી કે સરકાર માટે કોઈ ફરિયાદ નથી. નાના મોટા પ્રશ્નો હશે તેની ચર્ચા કરી છે, જે ઉકેલાશે. પાર્ટી અમારા બંને માટે પ્રાયોરિટી છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મનસુખ વસાવાએ રાજીનામું આપતો પત્ર લખ્યો હોવાનો સ્વીકાર કર્યો છે. મનસુખ વસાવાના રાજીનામાથી રૂપાણી સરકાર હરકતમાં આવી ગઈ છે. મનસુખ વસાવાએ રાજીનામાને લઈને જણાવ્યું હતું કે, પાર્ટી કહેશે તો પણ રાજીનામું પરત નહીં ખેંચું. નાદુરસ્ત તબિયતકના કારણે રાજીનામું આપ્યું છે. ઘણા સમયથી મારી તબિયત સારી રહેતી નથી. કમરમાં દુઃખાવાને કારણે નાના મગજ પર અસર થઈ છે. પાર્ટી કે સરકાર માટે જરા પણ નારાજગી નથી. જ્યારે મેં મારા મતવિસ્તારના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરી છે, ત્યારે તેનો સરકાર ઉકેલ લાવી છે. અગાઉ પણ પાર્ટીમાં તેમણે રાજીનામું આપવા મુદ્દે વાત કરી હોવાનો દાવો કર્યો હતો. મનસુખ વસાવાના રાજીનામા પછી વનમંત્રી ગણપત વસાવાના અધ્યક્ષ સ્થાને અરજન્ટ મીટિંગ મળી હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી છે. સૂત્રોના મતે ઈકો સેન્સેટીવ ઝોન અંગે ગાંધીનગરમાં મહત્વની બેઠક યોજાઈ હતી. વસાવાને મનાવવા માટે ઇકો સેન્સિટિવ ઝોન અંગે સરકાર મોટો નિર્ણય લઈ શકે છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, મનસુખભાઇ વસાવા અમારા સિનિયર સાંસદ છે. એમને રાજીનામુ નથી આપ્યું, એમને રાજીનામુ આપીશ એવું જણાવ્યું છે. એમની સાથે મુખ્યમંત્રી સાથે બેસીને ચર્ચા કરી છે. એમના મુદ્દાનું નિરાકરણ આવી જશે. એમના વિસ્તારની જમીન છે, જેને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે. કેટલાક લોકો ભ્રમ ફેલાવી રહ્યા છે, એમનો ભ્રમ દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એમની ફરજ છે લોકો માટે લડવાની એ લડી રહ્યા છે. પાર્ટી એમની સાથે છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ચાંદીમાં કડાકો
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસના કિરીટ પટેલના બાગી સૂર!
Hun To Bolish : હું તો બોલીશ : લંચ બોક્સમાં ના આપતા જંક ફૂડ
Talala Earthquake : તાલાલામાં એક જ દિવસમાં અનુભવાયા ભૂકંપના 4 આંચકા
Silver Price Down : ચાંદીના ભાવમાં મોટો કડાકો, એક જ દિવસમાં ઘટ્યા 7 હજાર રૂપિયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ વચ્ચે સમાધાનમાં આ ભાજપ નેતાની મુખ્ય ભૂમિકા, જાણો શું હતો વિવાદ ?
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
પાટણ કોંગ્રેસમાં ભડકો: કિરીટ પટેલના બગાવતી સૂર, કહ્યું '2027માં કોંગ્રેસના સૂપડા સાફ થશે'
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
કેમ અચાનક ભડકે બળતી ચાંદી ઠંડી પડી? 1 કલાકમાં ₹21,000 નો કડાકો, આ 6 કારણો જવાબદાર
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું હેડ કોચ ગૌતમ ગંભીરની હકાલપટ્ટી થશે ? BCCI ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ કર્યો ખુલાસો
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
શું કોઈ મોટી આફતના એંધાણ? તાલાલામાં એક જ દિવસમાં 4 ભૂકંપ, લોકોમાં ભારે ફફડાટ
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
માત્ર એક કલાકમાં 21000 રુપિયા તૂટ્યો ચાંદીનો ભાવ, પ્રથમ વખત 2.51 લાખને પાર પહોંચ્યા બાદ મોટો ઘટાડો
Embed widget