શોધખોળ કરો
Advertisement
અમદાવાદઃ ફાર્મ હાઉસમાં 13 ધનિક યુવક અને 10 યુવતીઓ મળીને શું કરતાં હતાં ને પોલીસ ત્રાટકી ?
પોલીસે અહીંથી વિદેશી દારૂની ખાલી બોટલો, 9 જેટલી કાર, 11 મોબાઈલ ફોન મળી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ તમામ નબીરાઓ સામે મહેફીલ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી
ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં પણ ગાંધીનગર કોબા હાઈવે ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં કેટલાંક ઈસમો વિદેશી દારૂની મહેફીલ માણતાં હોવાની બાતમી અડાલજ પોલીસને મળી હતી. ત્યાર બાદ આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં અહીં 13 યુવાનો દારૂની મહેફીલ માણતાં ઝડપાયા હતા જ્યારે 10 જેટલી યુવતીઓ પણ આ પાર્ટીમાં હતી જોકે તેમણે દારૂનું સેવન કર્યું નહોતું.
પોલીસે અહીંથી વિદેશી દારૂની ખાલી બોટલો, 9 જેટલી કાર, 11 મોબાઈલ ફોન મળી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ તમામ નબીરાઓ સામે મહેફીલ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. અમદાવાદથી બર્થડે પાર્ટી ઉજવવા માટે આ નબીરાઓ આ ફાર્મમાં આવ્યા હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું.
અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, અડાલજ કોબા રોડ ઉપર આવેલા ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં કેટલાક ઈસમો દારૂની મહેફીલની મજા માણી રહ્યા છે. ત્યાર બાદ આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડ્યા હતાં જ્યાં નબીરાઓ અને યુવતિઓ ઝૂમી રહ્યા હતા.
પોલીસે અહીંથી અમદાવાદના 13 જેટલા નબીરાઓને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતાં. જ્યારે સાથે રહેલી 10 જેટલી યુવતિઓએ દારૂનું સેવન કર્યું નહોતું. પોલીસે આ સ્થળેથી દારૂની મહેફીલ માટે વપરાયેલી મોંઘી બ્રાન્ડની દારૂની ખાલી બોટલો, 11 મોબાઈલ ફોન અને નવ મોંઘીદાટ કાર મળી 40.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
અડાલજ પોલીસે ક્રિષ્ના ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં પાડેલા દરોડામાં 13 નબીરાઓની સાથે તેમની પત્નિઓ પણ સાથે હતી. જોકે પોલીસે તપાસ કરતાં આ તમામ યુવતિઓએ દારૂનું સેવન નહીં કર્યું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ તમામ સામે કોરોના મહામારીમાં પાર્ટી કરવા બદલ જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
પોલીસે ઝડપેલા દારૂડિયા નબીરાઓ
1. હિતેશ રમેશભાઈ જૈન બી-43, ઓરચીડ ગ્રીન, શાહીબાગ, અમદાવાદ
ર. પ્રિન્સ લલિતકુમાર સાલેચા રહે. 16/1, ગીરધરનગર સોસાયટી, શાહીબાગ, અમદાવાદ
3. ભાવિન જયંતિલાલ જૈન રહે.303, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, શુભનગર સોસાયટી, શાહીબાગ, અમદાવાદ
4. રાહુલ દિનેશભાઈ મહેતા રહે.1002, આદેશ્વર ટાવર, શાહીબાગ, અમદાવાદ
પ. અંકિત રમેશભાઈ જૈન રહે.બી-301, કેદાર ટાવર, શાહીબાગ, અમદાવાદ
6. શ્યામ નકુલ જૈન રહે.20, ચંદનગાલા, રામનગર, સાબરમતી
7. રોહન રમેશભાઈ જૈન રહે.4, રીટા પાર્ક, સુજાતા ફલેટની સામે, શાહીબાગ, અમદાવાદ
8. જીનેશ નરવીલલાલ જૈન રહે.એ-92, ઓરચીડ ગ્રીન, શાહીબાગ, અમદાવાદ
9. હર્ષ ભવંરલાલ શાહ રહે.બી-3, સોમ એપાર્ટ., શાહીબાગ, અમદાવાદ
10. આદિત્ય અરવિંદકુમાર જૈન રહે.એ-001, સગુન જયોતિષ એપાર્ટમેન્ટ, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ
11. ભાવેશ સુરેશભાઈ ભણસાલી રહે.જી-ર3, ઓરચીડ ગ્રીન શાહીબાગ, અમદાવાદ
1ર. વિમલ મહાવીર જૈન એ.601, અનમોલ ટાવર શાહીબાગ, અમદાવાદ
13. રોનક રાજેન્દ્રભાઈ શાહ રહે.એ-33, સે-3, સર્વપરી સોસાયટી, નિર્ણયનગર, ઘાટલોડીયા, અમદાવાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement