યુવરાજસિંહને પાછળના દરવાજેથી કોર્ટ રૂમમાં લઈ જવાયા, મોકલાયા જ્યુડિશિયલ કસ્ટડીમાં
યુવા નેતા યુવરાજસિંહની ધરપકડ કરાયા પછી આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાછળના દરવાજેથી યુવરાજસિંહને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી.
ગાંધીનગરઃ યુવા નેતા યુવરાજસિંહની ધરપકડ કરાયા પછી આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાછળના દરવાજેથી યુવરાજસિંહને કોર્ટ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી નહોતી. પોલીસે રિમાંડની માગણી નથી કરી જેથી કોર્ટ દ્વારા આરોપી યુવરાજસિંહને સેન્ટ્રલ જેલ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મુદ્દે આજે રેન્જ આઈજી અભય ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વિધાર્થીઓના પ્રશ્ન માટે આંદોલન કરનારા યુવરાજસિંહ ની ગઈ કાલે ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાસહાયકો સાથે યુવરાજસિંહ પોલીસ હેડકવારમતર આવ્યા હતા. યુવરાજસિંહ ગાડી ચડાવી ને ભાગવાનો પ્રયાસ કર્યો. આ પ્રકાર ની હરકત બદલ 307 નો ગુનો નોંધ્યો છે. પોલીસે યુવરાજસિંહ ને સ્પોર્ટ કર્યો છે. પરંતુ પોલીસ પર કાર ચડાવી ને ભાગવાનો પ્રયાસ કર્યો તે અયોગ્ય. યુવરાજસિંહ પોતાની કારમાં કેમેરા લગાવે છે જેનું રેકોર્ડીંગ કરવામાં આવે છે.
યુવરાજ સિંહના પોતાના કાર ના કેમેરામાં જ પોલીસ પર કાર ચડાવીનું રેકોડીગ થયેલ છે. ગઈ કાલે થોડા વિધાર્થીઓ એ ધમાલ કરવાનો પ્રયાસ કર્યો હતો. પેપર ફૂટવાની ઘટનામાં સખત કાર્યવાહી કરી જ છે. વિડિઓ રેકોર્ડીંગ એફએસલમાં મોકલવામા આવશે. પોલીસ કાર્યવાહી બાદ યુવરાજસિંહ ને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુવરાજસિંહને છોડવા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચાલે છે પણ જ્યારે વિડિયો લોકો જોશે તો સત્ય જાણશે.
ગાંધીનગરના એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે, સચિવાલય ગેટ પર વિધ્યાસહાયક ઉમેદવારો વિરોધ કરતા હતા. તેમને સમજાવી ડિટેઈન કરી એસપી કચેરી લવાયા. યુવરાજસિંહ અને દિપક ઝાલા બંને તેમની સાથે સચિવાલયથી એસપી કચેરી આવ્યા હતા. પોલીસ સાથે ઘર્ષણ કરી ધક્કા મારી નિકળવાનો પ્રયત્ન કર્યો હતો. યુવરાજ ભાગવા જાય છે અને તે ગાડી લઈને નિકળવાનો પ્રયાસ કરે છે. પોલીસને ઘશડી તે ગાડી લઇ જાય છે. એના કારણે તેના પર ફરીયાદ કરાઈ છે. જ્યારે પણ યુવરાજ અહિયા આવ્યો ત્યારે તેનિ વાત સાંભળી તેની વાતનુ નિરાકરણ લાવ્યા છીએ. આ વખતે તેણે પોલીસ પર હુમલો કર્યો છે. 322 અને 307 ની કલમ આધારે ગુનો નોધાશે.