શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં આ જિલ્લામાં વધુ 10 કેસ આવ્યા સામે, કુલ કેસની સંખ્યા 78એ પહોંચી
રાજ્યમાં કુલ 7403 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 5056 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1872 દર્દીઓ સાજા થયા છે.
ગાંધીનગરઃ બનાસકાંઠા જિલ્લાના લોકો માટે ચિંતાના સમાચાર છે. જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ 10 કેસ સામે આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા 78એ પહોંચી ગઈ છે.
બનાસકાંઠા જિલ્લામાં જે કોરોનાના નવા કેસ સામે આવ્યા છે તેમાં, દાંતા, ધાનેરા, થરાદ, ભાગલ, પાલનપુર, સામઢી સીસરાણામાં નવા 10 કેસ સામે આવ્યા છે. જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગમાં પણ હકતમાં આવી ગયું છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં બે લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં 25 લોકોએ કોરોનાને માત આપીને સાજા થઈ ગયા છે.
ગુજરાતની વાત કરીએ તો શુક્રવારે સાંજે સ્વાસ્થ્ય મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ અનુસાર 24 કલાકમાં 390 નવા કેસ નોંધાયા હતા જ્યારે વધુ 24 દર્દીઓના મોત થયા હતા અને 163 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 7403 પર પહોંચી છે અને મૃત્યુઆંક 449 પર પહોંચ્યો છે.
શુક્રવારે નોંધાયેલા કુલ કોરોના કેસ પૈકી અમદાવાદમાં 269 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરા-25, સુરત-25, ભાવનગર-1,આણંદ 1,ગાંધીનગર 9,પંચમહાલ 6, બનાસકાંઠા-8,બોટાદ 3,ગીર સોમનાથ 1,ખેડા 7, જામનગર 7,સાબરકાંઠા 7,અરવલ્લી 20,મહિસાગરમાં 1 કેસ સામે આવ્યો છે. (આ તમામ આંકડા શુક્રવારે સાંજે 5 કલાક સુધીના છે)
રાજ્યમાં કુલ 7403 કોરોના કેસમાંથી 26 દર્દી વેન્ટિલેટર પર છે અને 5056 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1872 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 105387 ટેસ્ટ થયા જેમાંથી 7403 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement