Vav By Election: વાવ બેઠક પર ગુલાબસિંહ રાજપૂત જાણો કેટલા મતથી આગળ ચાલી રહ્યા છે
વાવ બેઠકની પેટાચૂંટણીના શરુઆતના પરિણામો સામે આવી રહ્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. તેઓ 12407 મતોથી આગળ ચાલી રહ્યા છે.
Vav By Election: વાવ બેઠકની પેટાચૂંટણીના શરુઆતના પરિણામો સામે આવી રહ્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ આગળ ચાલી રહ્યા છે. તેઓ 12407 મતોથી આગળ ચાલી રહ્યા છે. ગુલાબસિંહ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર અને અપક્ષ ઉમદેવાર માવજી પટેલ પર ભારે પડી રહ્યા છે. જો કે, હજુ ભાભરના મતોની ગણતરી બાકી છે. ભાભરને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપના નેતાઓનું માનવું છે કે, ભાભરની ગણતરી બાદ ભારતીય જનતા પાર્ટી આગળ નિકળશે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી પાલનપુરના જગાણામાં આવેલ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં કરવામાં આવી રહી છે. સૌથી પહેલા બેલેટ પેપરની મતગણતરી થઈ હતી. બેલેટ પેપરની મતગણતરી પૂર્ણ થયા બાદ 321 બુથના ઈવીએમની 23 રાઉન્ડની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે કુલ 70.55 ટકા મતદાન થયું હતું.
ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવની પેટાચૂંટણીમાં કોગ્રેસની જીતનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે કમળ પર ગુલાબ ભારે પડશે. ગુલાબસિંહ રાજપૂતની પાંચ હજારની લીડથી જીત થશે. વાવ ગુલાબસિંહનું હોમ ગ્રાઉન્ડ છે. સુઈગામ અને વાવમાં કૉંગ્રેસને સારી લીડ મળશે. ભાભર તાલુકામાં કૉંગ્રેસને ઓછા મત મળશે. ભાભરમાં ઠાકોર સમાજના વધુ મતદાર હોવાથી ભાજપને ફાયદો થશે.
જિલ્લા ચૂંટણી વિભાગ તરફથી મતગણતરી માટે વિવિધ અધિકારી અને કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. કુલ 15થી વધુ અધિકારી અને કર્મચારીઓ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યાં છે. જેમાં 59 કર્મચારીઓનો કાઉન્ટિંગ સ્ટાફની કામગીરીમાં લાગ્યા છે.
વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે, વાવ વિધાનસભાની જનતા પર પૂરો વિશ્વાસ છે. લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે. સાથે જ તેમણે વાવ તાલુકામાંથી 13-14 હજારની લીડ મળશે તેવો આશાવાદ દર્શાવ્યો હતો. ચૂંટણી જીત બાદ ભગવાનના દર્શન કરવાનું પણ ગુલાબસિંહ રાજપૂતે આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.
બનાસકાંઠામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને મતગણતરી ચાલી રહી છે. ત્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ''વિકાસનાં કામમાં જોડાવવા વિસ્તારની પ્રજા માટે આજે કમળ ખીલશે. તમામ સમાજે આશીર્વાદ આપ્યા છે, અમારી જીત થશે.