Gujarat IAS Transfer: રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી, રાજકોટ કલેક્ટર બદલાયા
રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
Gujarat IAS Transfer: રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગે મોડીસાંજે સત્તાવર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ બદલીઓમાં પ્રથમ નામ અશ્વિની કુમાર, IAS (RR:GJ:1997) ને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.


જ્યારે એમ. થેનારસન, IAS (RR:GJ:2000) ને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર
રાજ્યના 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. શહેરી વિકાસ સચિવ અશ્વિની કુમારની બદલી કરાઈ છે. એમ. થેન્નારસન નવા શહેરી વિકાસ સચિવ બન્યા છે. રમેશ મીણા પોર્ટ અને ટ્રાન્સપોર્ટના સચિવ બન્યા છે. મીલિંદ તોરવણે પંચાયત સચિવ તરીકે નિમાયા છે. આરતી કંવરને નાણા વિભાગનો વધારાનો ચાર્જ સોંપાયો છે. જેનુ દેવાનને મધ્ય ગુજરાત વિજ કંપનીનો ચાર્જ સોંપાયો છે. તેજસ પરમાર જૂનાગઢના મ્યુ. કમિશનર બન્યા છે.
રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીની બદલી કરવામાં આવી છે. પ્રભવ જોશી ટુરિઝમમાં એમડી બન્યા છે. ઓમ પ્રકાશ રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. નર્મદાના DDO તરીકે રાજ સુથારની નિમણૂંક કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (GSPC) ના મેનેજિંગ ડિરેક્ટર મિલિંદ તોરવાણે, IAS ને પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. રાજકોટ કલેક્ટર પ્રભાવ જોશીને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. તેજસ દિલીપભાઈ પરમાર મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરમાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિયુક્ત થયા છે.
9 નાયબ સેક્શન અધિકારીની કરવામાં આવી બદલી
રાજ્ય સરકાર દ્વારા સચિવાલય સંવર્ગમાં ફરજ બજાવતા 9 નાયબ સેક્શન અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓને તેમના હાલના વિભાગોમાંથી બદલી કરીને નવા વિભાગોમાં નિમણૂક આપવામાં આવી છે. જેથી વહીવટી કાર્યક્ષમતા અને સંકલનમાં સુધારો લાવી શકાય.





















