શોધખોળ કરો
Advertisement
ગઈકાલે સૌરાષ્ટ્રના કયા જિલ્લા એક જ દિવસમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા? જાણો વિગત
સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સૌરષ્ટ્રમાં પણ કોરોનાનું જોર ઘટતું ન હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 13 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો
સુરેન્દ્રનગર: સમગ્ર ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સૌરષ્ટ્રમાં પણ કોરોનાનું જોર ઘટતું ન હોય તેવું લાગી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 13 પોઝિટિવ કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 943 પર પહોંચી ગયો છે.
ગઈકાલે દિવસ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં નવા 13 પોઝિટિવ કેસ નોંધાયા હતાં. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને વઢવાણ શહેરી અલગ-અલગ તાલુકાઓમાં વધુ 13 વ્યક્તિઓને કોરોના પોઝિટિવ આવતાં દોડધામ મચી ગઈ હતી. આ તમામને દર્દીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લાનો કુલ કોરોના પોઝિટિવ આંક 943 પર પહોંચી ગયો છે. જ્યારે અત્યાર સુધી 8 લોકોનાં કોરોનાથી મોત નિપજ્યાં છે. હાલ જિલ્લામાં 414 એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના વધુ 1 હજાર 9 કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 64 હજાર 684 થયો છે. રાહતની વાત એ છે કે ગુજરાતમાં 20 જુલાઇ બાદ સૌથી ઓછા કેસ નોંધાયા છે.
ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 14 હજાર 614 છે. જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22ના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 2 હજાર 509 થયો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ 14614 છે અને જેમાંથી 83 દર્દી વેન્ટિલેટર પર છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દુનિયા
દેશ
Advertisement