શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં અતિભારે વરસાદના પગલે NDRFની 17 ટીમો તૈનાત કરાઈ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
ભારે વરસાદના કારણે વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ડીપ્લોય કરી દેવામાં આવી
અમદાવાદ: ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, દક્ષિણ ગુજરાત તેમજ બંગાળાની ખાડીના ઉત્તર પશ્ચિમ, દક્ષિણ છત્તિસગઢ અને દક્ષિણ ઓડિશામાં સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે.
વરસાદી સિસ્ટમ 8મી ઓગસ્ટે ગુજરાત સુધી પહોંચતા રાજ્યનાં વાતાવરણમાં ભારે પલટો આવી શકે છે. જેના કારણે 8મી ઓગસ્ટથી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.
10મી ઓગસ્ટે તો અમદાવાદ સહિતના રાજ્યના તમામ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. ભારે વરસાદના કારણે વડોદરા સહિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 17 ટુકડીઓ ડીપ્લોય કરી દેવામાં આવી છે તથા એક ટુકડી ગાંધીનગર સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.
ડીપ ડિપ્રેશન સક્રિય થવાના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં મોટા ભાગે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં 9 ઓગસ્ટે અતિ ભારે વરસાદની આગાહી છે. જ્યારે અમરેલી, ભાવનગરમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement