Mahisagar: લુણાવાડામાં સુજલામ સુફલામ કેનાલમાંથી યુવક-યુવતીની લાશ મળી
મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચોરી ગામે કડાણા સુજલામ સુફલામ કેનાલમાંથી બે લાશ તણાતી મળી આવી છે.
મહિસાગર: મહીસાગર જિલ્લાના લુણાવાડાના ચોરી ગામે કડાણા સુજલામ સુફલામ કેનાલમાંથી બે લાશ તણાતી મળી આવી છે. ચોરી ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં યુવક તેમજ યુવતીની લાશ મળી આવી છે.
સુજલામ સુફલામ કેનાલની અંદર લાશ હોવાની વાતની જાણ થતા લોકોના ટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. કેનાલમાં લાશ હોવાની બાબતે પોલીસને જાણ કરવામાં આવી છે. બે લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat: રાજ્યમાં કમોસમી વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી, જાણો
રાજ્યમાં આજે અને આવતીકાલે અંગ દઝાડતી ગરમી પડશે. બુધવારથી ફરી કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 29 થી 31 માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. 29 માર્ચના મોરબી, જામનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડશે.
30 માર્ચના અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. જ્યારે 31 માર્ચના અમરેલી, ગીર સોમનાથ, સુરત અને ભરૂચ જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદ પહેલાં મોટાભાગના શહેરમાં ગરમીનો પારો 30 ડિગ્રીને પાર રહેશે.
જો કે, માવઠું પડતાં જ તાપમાનનો પારો નીચે જશે. ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટશે. આજે અમદાવાદ, ભૂજ અને રાજકોટ સૌથી ગરમ શહેર રહ્યા છે. આ ત્રણેય શહેરમાં તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે.
Ahmedabad: હાર્દિક પટેલ પર ત્રણ ગંભીર કેસ, પણ ભાજપમાં ગયા એટલે પવિત્રઃ જગદીશ ઠાકોર
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષ પદ ન મળવા મુદ્દે કહ્યું, માત્ર ગુજરાતમાં જ નહીં ક્યાંય એવો કાયદો નથી કે 10 ટકા બેઠક ન હોય તો વિપક્ષપદ ન મળે. પહેલા 5-10 વર્ષની માહિતી મળતી હવે 2 વર્ષની માહિતી નથી આપવામાં આવતી. ભાજપની ભગિની સંસ્થાઓમાં RTI એક્ટ લાગુ પડતો નથી. ADC બેન્ક હોય કે અન્ય ખાનગી સંસ્થાઓ ત્યાં કેમ RTI લાગુ નથી થતી. નગરપાલિકા, મહાનગરપાલિકા વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓને બોલવા દેવામાં આવતા નથી. ગૌરી લંકેશની હત્યા કરી દેવામાં આવી,જીગ્નેશ મેવાણી ઉપર ત્રણ કેસ કેમ થયા, તેની હત્યા થવાની ભીતિ મેવાણી કરી ચુક્યા છે. હાર્દિક પટેલ કેમ ભાજપમાં ગયા ? ત્રણ ત્રણ ગંભીર કેસ થયા પણ ભાજપમાં ગયા એટલે પવિત્ર.